________________
આચાર્ય વિજયયશોદેવસૂરિજી
૨૧૫ સુખમય લેખાતા સંસારનો પણ સમજણપૂર્વક ત્યાગ કરી જાણનાર વ્યક્તિ નકામી વાતો કે પ્રવૃત્તિઓમાં પોતાનો સમય બગાડે એ બને જ નહીં. મુનિ શ્રી જસવિજયજી કાયાની અને બીજી-બીજી આળપંપાળ વિસારીને ચારિત્રની નિર્મળ આરાધના માટે જ્ઞાન, ધ્યાન, તપ અને ધર્મક્રિયાઓમાં લીન બની ગયા. વિ. સં. ૨૦૦પમાં તેઓને આચાર્યપદ આપવામાં આવ્યું.
તપ કરવામાં પાછા પડવું નહીં; ઉપરાંત ઉત્કટ દેહકષ્ટ પ્રત્યે દઢ તિતિક્ષા તેઓએ કેળવી જાણી હતી. દેહ અને આત્માનું જુદાપણું જાણે એમના અંતરમાં વસી ગયું હતું. તેઓનાં નિર્મળ જીવન અને ધર્મમય વાણીની અસર એમના સંપર્કમાં આવનારના અંતર ઉપર પડ્યા વગર ન રહેતી.
છેલ્લું ચોમાસુ તેઓ રાજસ્થાનમાં સિરોહી શહેરમાં રહ્યા હતા. ૮૪ વર્ષની પાકટ ઉંમરે પણ આચાર્યશ્રીની ઇચ્છા પ્રતિષ્ઠા વગેરે ધર્મકાર્યો માટે માળવામહારાષ્ટ્રમાં વિહાર કરવાની હતી. પણ આ ચોમાસામાં જ તેઓને પેટમાં ગાંઠની પીડા વરતાવા લાગી અને ક્રમે-કમે એ અસહ્ય બનતી ગઈ. ડૉક્ટરોએ કૅન્સરનું નિદાન કર્યું. છેવટે આત્મબળથી બધી દેહપીડાને પરાસ્ત કરીને અને તીર્થકરના ધર્મનું શરણ સ્વીકારીને આચાર્યશ્રી સ્વર્ગે સિધાવી ગયા !
(તા. ૨૭-૧૧-૧૯૭૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org