________________
૩૯૦
અમૃત સમીપે કદાવર અને સીધી સોટી જેવી કાયા, સોહામણો-નમણો ચહેરો, ઊઘડતો વાન. ભાષા જુઓ તો જાણે સરસ્વતીના પ્રસાદ જેવી મધુર! છટાદાર વ્યક્તિત્વનો કુદરતે બક્ષેલો કે. લાલનો આ પહેલો જાદુ !
અને એના ખેલોની ઝડપ તો જાણે વિમાનની ઝડપ સાથે હરીફાઈ કરે; એક પ્રયોગ પૂરો થયો ન થયો ત્યાં બીજો શરૂ થઈ જાય, અને એટલી વારમાં ત્રીજો પણ તૈયાર ! પ્રેક્ષકોને વિચાર કરવાનો અવકાશ જ નહિ! કે. લાલને પ્રયોગો કરતા જોઈએ અને જાણે થનગનતું યૌવન નજર સામે તરવરવા લાગે.
અને પ્રયોગ માટેની રંગભૂમિની શોભા અને કે. લાલનાં તરવરાટભર્યા સહાયક યુવક-યુવતીઓની જાતભાતની, વારે-વારે પલટાતી ભભકભરી વેશભૂષા જોઈને તો છક્ક થઈ જવાય છે. કે. લાલ પોતે પણ કેટકેટલા વેશપલટા કરે છે, અને એકેએક વેશ કેવો શોભી ઊઠે છે ! વધારામાં સતત ગુંજતું બંગાળી સંગીત
કેટલા દાયકા પહેલાં જાદુના ખેલ જોયેલા. ત્યારનું ચિત્તમાં એક જ દૃશ્ય અંકિત થયેલું : કાળા પડદાઓથી મઢેલ રંગભૂમિ અને કાળા લેબાસમાં સજ્જ થયેલ જાદુગર. પણ અહીં તો જાણે કોઈ મનોરમ સ્વપ્નસૃષ્ટિમાં સરી પડીએ છીએ.
- ઘેર જઈને કહ્યું : “તમે બધા કે. લાલના પ્રયોગો જોઈ આવજો. જે મળે તે ટિકિટ મંગાવી લેજો.” એક રૂપિયો ખર્ચતાં વિચાર થાય, ત્યાં ૩૫-૪૦ રૂપિયા ખર્ચ કાઢ્યા ! અને કંઈક મિત્રોનાં ખિસ્સાં પણ ખાલી કરાવ્યાં !
કે. લાલ (કાંતિભાઈ) સૌરાષ્ટ્રના વતની અને તેમાં ય જેન; એટલે એમના જીવનની કેટલીક માહિતી મેળવવાની સહજ જિજ્ઞાસા થઈ આવી.
એમનું મૂળ વતન બગસરા. પિતાનું નામ ગિરધરલાલ, માતાનું નામ મૂળીબહેન, અટક વોરા. જન્મ સને ૧૯૨૭માં થયેલો. આખું કુટુંબ ધર્મપ્રેમી અને દેશપ્રેમી. કે. લાલના મોટા કાકા લાલચંદભાઈ તો પહેલેથી જ રાષ્ટ્રભક્ત. એમણે કલકત્તામાં ખાદીભંડાર ખોલેલો, પણ એ પોતાના ભાઈઓને ભળાવીને તેઓ પાછા દેશમાં આવી રાષ્ટ્રસેવાના કામમાં લાગી ગયા. અત્યારે પણ એમનો આ સેવાયજ્ઞ ચાલુ જ છે.
કાંતિભાઈ નાનપણથી જ સાહસપ્રેમી; ભણવામાં બહુ ચિત્ત ચોંટે નહીં. કોઈથી ડરવું નહીં અને કંઈ ને કંઈ નવાજૂની કર્યા કરવી એ એમનો સ્વભાવ.
કોમી હુલ્લડમાં કલકત્તાની ખાદીની દુકાન સાફ થઈ ગઈ, અને કુટુંબને માથે શૂન્યમાંથી સર્જન કરવાના મુસીબતના દહાડા આવી પડ્યા; પણ હારીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org