________________
પં. અમૃતલાલભાઈ સલોત
૩૩૯
એક સાચા કાર્યકરની મોટી ખોટ પડી છે. તેઓએ કેટલી લોકપ્રીતિ સંપાદિત કરી હતી એનો ખ્યાલ એમની સ્મશાનયાત્રામાં આસપાસનાં ગામોમાંથી હાજ૨ રહેલ વિશાળ જનસમુદાય ઉપરથી પણ આવી શકે છે.
(૧૧) વિદ્યાનિષ્ઠ પં. શ્રી અમૃતલાલભાઈ સલોત
પાલીતાણા જેવા, દેશના એક ખૂણે આવેલ, શાંત, એકાંત સ્થાનમાં રહીને બે વીસી કરતાં પણ વધુ સમય સુધી સાધુ-સાધ્વીઓને સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ કરાવવાની નિર્દોષ પ્રવૃત્તિમાં જ સંતોષપૂર્વક સમય વિતાવી જાણનાર પંડિત શ્રી અમૃતલાલ અમરચંદ સલોતનું થોડા વખત પહેલાં ૭૪ વર્ષની વયે અવસાન થયું છે એની નોંધ લેતાં અમે દિલગીરીની લાગણી અનુભવીએ છીએ.
(તા. ૧૮-૭-૧૯૭૦)
શ્રી અમૃતલાલભાઈનું મૂળ વતન દાઠા. અભ્યાસ કરવાની ઉત્કંઠાથી પ્રેરાઈને તેઓ એમના મોટા ભાઈ પં. શ્રી ત્રિભોવનદાસભાઈ સાથે કાશીમાં સ્વ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજે સ્થાપેલ સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત-પ્રાકૃતનો અભ્યાસ કરવા ગયા હતા. સુપ્રસિદ્ધ પં. શ્રી હરગોવિંદદાસ શેઠ, પં. શ્રી ભગવાનદાસભાઈ વગેરે એમના સાથી હતા.
અભ્યાસ પૂરો કરી તેઓ પાલીતાણા આવ્યા અને શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તરફથી ચાલતી પાઠશાળામાં એકધારી ૪૩ વર્ષ સુધી પંડિત-શિક્ષક તરીકેની કામગીરી બજાવતા રહ્યા. મહત્ત્વાકાંક્ષા અને ધનલોલુપતાથી દૂર રહીને આટલા લાંબા સમય સુધી એક જ સ્થાને નિષ્ઠાપૂર્વક શિક્ષક તરીકેની કામગીરી બજાવવાના દાખલા બહુ વિરલ છે. પંડિતજી એ માર્ગે ચાલીને કૃતકૃત્ય બની ગયા. સને ૧૯૬૦ને અંતે પેન્શનના લાભ સાથે તેઓ નિવૃત્ત થયા હતા. પોતાના પંડિત-શિક્ષક તરીકેના પવિત્ર વ્યવસાયની પૂર્તિરૂપે એમણે શાસ્ત્રીય ગ્રંથોનાં સંપાદન-પ્રકાશનનું કામ હાથ ધર્યું હતું; અને એ રીતે તેઓએ ધર્મસાહિત્યની નોંધપાત્ર સેવા બજાવી હતી.
નિર્મળ, સાદું અને સરળ એમનું જીવન હતું; અને સૌને પોતાના બનાવે એવો એમનો સ્વભાવ અને વ્યવહાર હતો. એમની ધાર્મિકતા પણ પ્રશંસાપાત્ર હતી.
Jain Education International
For Private & Personal Use Only
(તા. ૧૬-૯-૧૯૬૭)
www.jainelibrary.org