SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ અમૃત-સમીપે શ્રીમંતાઈ અને ઓછા અભ્યાસ છતાં એમની રાષ્ટ્રીયતાની ભાવના જરા પણ રૂંધાઈ નહોતી. તેઓ રાષ્ટ્રીય ઉત્થાનના કામમાં હંમેશાં ઉદારતાથી પોતાનો ફાળો આપતા, અને મહાત્મા ગાંધીના મોટા પ્રશંસક હતા. રાષ્ટ્રભાવનાનું મહત્ત્વ સમજવાને કારણે તેઓ ગ્રામોદ્ધાર, હરિજન-ઉદ્ધાર અને દલિત-પતિત-પછાત ગણાતા વર્ગના ઉદ્ધારના કાર્યમાં હંમેશાં પોતાનો ફાળો આપતા. એ જ રીતે શિક્ષણ અને કેળવણીના કાર્યને પ્રોત્સાહન આપવું, એને પણ તેઓ પોતાનું કર્તવ્ય સમજતા. સમાજની કે દેશની પ્રગતિની આડે આવે એ પ્રકારની વિચારસરણી એમને ક્યારેય ગમતી નહીં. તેઓ હંમેશાં પ્રગતિશીલ વિચારસરણીના જ પ્રશંસક હતા; એટલું જ નહીં, વખત આવ્યે એનું જોરદાર સમર્થન કરવામાં અને રૂઢિચુસ્તપણાની કે સાંપ્રદાયિક સંકીર્ણતાની ટીકા કરવામાં પણ તેઓ પાછા ન પડતા. કોઈ પણ માનવી ધર્મને નામે, સંપ્રદાયને નામે કે જૂનવાણીપણાને નામે બીજા જનસમૂહને અવગણે એ એમને જરા ય ગમતું નહીં. વળી, જીવદયા તરફ પણ એમને એટલી જ પ્રીતિ હતી. ગોરક્ષાના આંદોલનમાં એમણે જેલયાત્રાને પણ વધાવી લીધી હતી – એ બીના શ્રી દૂગડજીની ધ્યેયનિષ્ઠાની સાક્ષી પૂરે એવી છે. આમ તો શ્રી દૂગડજી તેરાપંથી જૈન હતા, પણ એમના ઉદાર અને ઉમદા વ્યક્તિત્વને આવી ફિરકાબંધી રૂંધી ન શકતી. તેઓ તો સાચા ગુણગ્રાહક અને સંતસમાગમપ્રેમી સદ્ગહસ્થ હતા. બધા જૈન ફિરકાઓની એકતા એમના હૈયે વસેલી હતી. તેઓ મૂળ રાજસ્થાનના ફતેહપુર ગામના વતની હતા, પણ તેઓનો સ્થાયી, નિવાસ કલકત્તામાં હતો. - કોઈ સભા, સમેલન કે સમારંભમાં, પોતાની લાગણીઓને વાચા આપતા શ્રી દૂગડજીને સાંભળવા એ પણ એક લ્હાવો હતો : જાણે અંતરની લાગણીઓનો પિંડ ઓગળી રહ્યો હોય એમ જ લાગે ! એમની આવી ભાવનાની અભિવ્યક્તિની સાથે એમની દાનવીરતાની સરિતાનો સંગમ પણ થાય જ ! આવું એકાદ દશ્ય પણ જોવા મળ્યું હોય, તો એ જીવનભર યાદ રહી જાય; આવું અજબ અને સાદું શ્રી દૂગડજીનું જીવન હતું અને ઉમદા વિચારની ભાવનાથી શોભાયમાન તેમનું વ્યક્તિત્વ હતું ! આવા એક અનેકગુણસંપન્ન, દાનધર્મી અને પ્રગતિવાંછુ મહાનુભાવનું કલકત્તામાં, તા. ૨૩-૧૦-૧૯૩૮ના રોજ, ૭૪ વર્ષની વયે અવસાન થયું તેની નોંધ લેતાં અમે શોક અને દુઃખ અનુભવીએ છીએ. (તા. ૯-૧૧-૧૯૯૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy