________________
અમૃત-સમીપે એટલે કોલ્હાપુરની કૉલેજમાંથી નિવૃત્ત થયા પછી એમણે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના સંશોધક વિદ્વાન તરીકે વર્ષો સુધી વિદ્યાસંશોધનનું કાર્ય કર્યું, અનેક ગ્રંથોનું સંશોધન-સંપાદન કર્યું,નાના-મોટા કેટલાય સંશોધનાત્મક લેખો લખ્યા; અને પોતાની આવી બધી યશોવલ કારકિર્દીના મંદિર ઉપર સુવર્ણકળશ ચડાવવાની જેમ, છેલ્લાં ચાર-પાંચ વર્ષ લગી, જાણીતા સાહિત્ય-વિદ્યાપ્રેમી અને સખીદિલ શ્રીમાન સાહૂ શ્રી શાંતિપ્રસાદજી જૈનના દાનથી મૈસૂર યુનિવર્સિટીમાં સ્થપાયેલ જૈન શોધપીઠ (જૈન ચૂઅર) જેવા ગૌરવભર્યા સ્થાને કામ કરીને અને કેટલાક વિદ્વાનોને તૈયાર કરીને, થોડાક મહિના પહેલાં જ તેઓ એ સ્થાનેથી ૧૯ વર્ષની વયે નિવૃત્ત થયા. એ નિવૃત્તિની સાથે જ, જાણે એમનો કાર્યકાળ પૂરો થયો હોય એમ, મૈસૂરથી પોતાની કર્મભૂમિ કોલ્હાપુરમાં પહોંચ્યા-ન પહોંચ્યા અને ૧૯૭૫ની ૮મી ઓક્ટોબરના દિવસે હૃદયરોગના હુમલાથી, સાવ અણધારી રીતે, આપણાથી સદાને માટે વિદાય થઈ ગયા !
શ્રી કુંદકુંદાચાર્યક્ત “પ્રવચનસાર', શ્રી યોગીન્દુદેવકૃત, પરમાત્મપ્રકાશ', શ્રી જહાંસિંહનંદીત “વરાંગચરિત', શ્રી યતિવૃષભકૃત, તિલોયપન્નતિ', શ્રી હરિભદ્રસૂરિકૃત “ધૂર્તાખ્યાન', શ્રી કુતૂહલકૃત “લીલાવઈકહા', શ્રી ઉદ્યોતનસૂરિકૃત કુવલયમાલાકહા” જેવા દિગંબર, શ્વેતાંબર સંસ્કૃત-પ્રાકૃત ભાષાના સંખ્યાબંધ પ્રાચીન ગ્રંથોનું આદર્શ સંશોધન-સંપાદન કરીને તેમ જ સંશોધનને લગતા સેંકડો અભ્યાસપૂર્ણ લેખો લખીને એક પીઢ, ઠરેલ અને સાચા સારસ્વત તરીકેની ભારે નામના એમણે મેળવી હતી.
ભારતના પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના વિશ્વવિખ્યાત વિદ્વાન ડૉ. પી. એલ. વૈદ્ય એમના વિદ્યાગુરુ હતા; એમની પ્રેરણાથી જ એમણે અર્ધમાગધી તથા સંસ્કૃત ભાષાના અધ્યયન-સંશોધનને પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. ઉપરાંત, ડૉ. સુકથંકર, ડો. બેલવેલકર જેવા અનેક વિદ્યાવારિધિઓના આત્મીયતાભર્યા સંપર્કનો એમને લાભ મળ્યો હતો. આ બધાને લીધે એમની મર્મગ્રાહી અને વ્યાપક વિદ્વત્તાની સુવાસ શતદળ કમળની જેમ, સર્વત્ર પ્રસરી ગઈ હતી. ૧૯૪૧માં ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સ જેવી સુપ્રતિષ્ઠિત વિદ્યાસંસ્થાના પ્રાકૃત અને જૈનધર્મ તેમ જ પાલી અને બૌદ્ધધર્મ વિભાગના વિભાગીય પ્રમુખ તથા બે વાર ઉપપ્રમુખ થવા ઉપરાંત તેઓએ અલીગઢના તેવીસમા અધિવેશનનું પ્રમુખપદ શોભાવવાનું પણ ગૌરવ મેળવ્યું હતું. નાનું કે મોટું કોઈ પણ કામ કરવાની એમની ધીરજ, ચીવટ અને ઝીણવટ દાખલારૂપ બની રહે એવી હતી. તેઓએ સોલાપુરની સુપ્રસિદ્ધ
જીવરાજ ગૌતમ ગ્રંથમાળા'ના તથા બનારસની જ્ઞાનપીઠ હસ્તકની “મૂર્તિદેવી ગ્રંથમાળા'ના મુખ્ય સંપાદક તરીકેની કામગીરી વર્ષો સુધી બજાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org