SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉ. ઉપાધે સ્વ. ડૉ. વાસુદેવશરણ અગ્રવાલજીએ ડૉ. ઉપાધ્ધની કાર્યશીલતા અંગે ઠીક જ કહ્યું છે : “ડૉ. ઉપાધ્યએ, એક પ્રોફેસર તરીકે, ઉનાળા અને શિયાળાની લાંબી રજાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કેમ કરવો એ માટે પોતાની જાતને બરાબર સજ્જ કરી લીધી છે. તેઓ રજાઓને પરિશ્રમ માગી લે એવાં કામોના ભારથી લાદી દે છે, અને એમાંથી ભારે ફળદાયક પાક લણે છે. આવી ટેવમાંથી જ તેઓ આનંદ મેળવે ધર્મે તેઓ દિગંબર જૈન હતા, પણ સત્યના સંશોધનમાં આડખીલીરૂપ બની બેસતી સાંપ્રદાયિક કટ્ટરતા એમના તેજસ્વી વ્યક્તિત્વ તેમ જ પ્રખર પાંડિત્યથી સદા દૂર જ રહી. ડૉ. ઉપાબેને અંગ્રેજીમાં બોલતા સાંભળવા એ જીવનનો એક લ્હાવો હતો – વાગીશ્વરીનો અસ્મલિત, મધુર અને સચોટ પ્રવાહ એમના મુખમાંથી વહેતો રહે ! એમની સંશોધનવૃત્તિ કેવી જાગૃત છે તેનો એક પ્રસંગ જાણવા જેવો છે. તેઓ ઉદ્યોતનસૂરિકૃતિ “કુવલયમાલાકથાનું સિંધી જૈન સિરીઝ તરફથી સંપાદન કરી રહ્યા હતા. મૂળકથા પહેલા ભાગ રૂપે પ્રગટ થઈ ચૂકી હતી અને હવે વિસ્તૃત પ્રસ્તાવના લખવાનું કાર્ય ચાલી રહ્યું હતું. આ કથા જાબાલિપુર(વર્તમાન જાલોર)માં 2ષભદેવ-પ્રાસાદમાં લખાઈ છે. ડો. ઉપાધ્યને થયું કે પ્રસ્તાવના લખતાં પહેલાં જાલોર જઈને એનો કિલ્લો જોવો જોઈએ. અને ૧૯૬૪ના જાન્યુઆરીમાં આકરી ટાઢ અને મુશ્કેલ મુસાફરીની ચિંતા સેવ્યા વગર તેઓ જાલોર ગયા, અને બધું જાતે જોયું; તેમ જ વિદ્ધતુ-શિરોમણિ પૂજ્ય પંન્યાસ શ્રી કલ્યાણવિજયજી ગણી સાથે અનેક બાબતોની વાત-વિચારણા કરી, ત્યારે જ એમના ચિત્તને સંતોષ થયો. એમની તબિયત નમૂનેદાર હતી અને તબિયતની સાચવણી કરવાની કળા એમને સહજ-સિદ્ધ હતી. સાદાઈ, સ્વાશ્રય અને સંયમ જેવા ગુણોથી એમનું જીવન વિશેષ શોભાયમાન અને કર્તવ્યનિષ્ઠ બન્યું હતું. અને એમની વ્યવહારદક્ષતા, સ્વભાવની મધુરતા અને ખરહિત હાસ્ય-વિનોદની વૃત્તિથી એમનું વ્યક્તિત્વ વિશેષ આકર્ષક અને લોકપ્રિય બન્યું હતું. તેમની સેવાઓનું બહુમાન, તેમના અવસાનની પૂર્વે જ ૧૫મી ઑગસ્ટ ૧૯૭પમાં, રાષ્ટ્રપતિ દ્વારા સંસ્કૃત-પ્રાકૃતની વિદ્વત્તા બદલ “સર્ટિફિકેટ ઓફ ઓનર' અર્પે કરાયું હતું. તા. -૩-૧૯૬૫ (અંશો), તા. ૨૫-૧૦-૧૯૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy