SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત વીરવિજયજી ૨૩૩. જ્ઞાનોપાસનામાં અને સંઘના હિતની રક્ષાની બાબતમાં તેઓ જેટલા જાગૃત હતા એના કરતાં પણ વિશેષ જાગૃત પોતાની સંયમસાધનામાં હતા. વૃદ્ધ ઉમરે અને નબળા શરીરે પણ સંયમના પાલનમાં લેશ પણ વિરાધના ન થઈ જાય એ માટેની એમની અખંડ જાગૃતિ અને અપ્રમત્તતા તો ભૂતકાળના આત્મસાધકોની સ્મૃતિને જગાડે એવી હતી. (તા. ૯-૮-૧૯૭૫) (૫) લોકભોગ્ય ધર્મસારના ઉદ્દગાતા મુનિવર પં. વીરવિજયજી જૈનધર્મના મહાન જ્યોતિર્ધર શ્રી હરિભદ્રસૂરિજીની જેમ, જન્મ બ્રાહ્મણ અને જીવને શ્રમણ બનીને – પોતાના જીવનમાં આ બંને સંસ્કૃતિના સંસ્કારોનો સુમેળ સાધીને – જૈન સંસ્કૃતિની સેવા બજાવનાર આપણા નામાંકિત શ્રમણોમાં પંડિતશ્રી વીરવિજયનું નામ આદરભર્યું સ્થાન ધરાવે છે. વળી, જૈન સમાજની આમજનતાની જીભે જેમની કવિતા હમેશાં ગૂંજ્યા કરે છે અને એ રીતે જેમની સ્મૃતિ લોકહૃદય ઉપર હમેશાં વિલક્ષ્યા કરે છે એવા શારદામાતાના સુપુત્રોમાં પણ પં. શ્રી વીરવિજયજીનું સ્થાન આગળ પડતું છે. શાસ્ત્રોની કઠિન અને દુર્બોધ હકીકતોને રમત-રસળતી, કિલ્લોલ કરતી લોકભાષામાં સરળ રીતે એ જ પંડિત-પુરુષ રજૂ કરી શકે, જેણે શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરીને એનો સમસ્ત સાર પોતાના અંતરમાં પચાવી લીધો હોય. લોકભાષામાં પીરસાયેલું આ નવનીત અનુભવમંથનનું જ પરિણામ ગણી શકાય. આ રીતે જોતાં, પંડિત શ્રી વીરવિજયજીએ આજે જાહેર જનતાને માટે અજાણી બની બેઠેલી પ્રાચીન અને શાસ્ત્રીય ભાષામાં પોતાના પાંડિત્યને ઠાલવવાનો મોહ જતો કરીને, પોતાની સરસ્વતી-ઉપાસનાનું ફળ લોકભાષાને ચરણે સમર્પણ કરીને કેવળ આપણા ઉપર જ નહીં, પણ લોકભાષા ઉપર પણ ભારે ઉપકાર કર્યો છે. એમના પાંડિત્ય-પારસનો સ્પર્શ પામીને ગુજરાતી ભાષા સમૃદ્ધ બની અને આપણાં અંતર ધર્મભાવનાને સરળ રીતે સમજવા તૈયાર થયાં – આ રીતે તેઓની સાહિત્યસેવાથી બેવડો લાભ થયો. મોટે ભાગે હમેશાં પ્રાચીન શાસ્ત્રીય ભાષાઓનો આશ્રય લેતા આપણા વિદ્વાન મુનિવરો માટે પં. શ્રી વીરવિજયજીએ લોકભાષાની ઉપાસનાનું એક ઉત્તમ દૃષ્ટાંત રજૂ કર્યું છે. આપણા મુનિવરોએ આ કાર્યનું અનુકરણ કરીને, લોકભાષા પ્રત્યેના આદરની સ્થાપના કરવાની જરૂર છે. પોતે મહાતાર્કિક અને પ્રખર શાસ્ત્રજ્ઞ હોવા Jain Education Internationat For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy