SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત શ્રી લાલચંદભાઈ ગાંધી ૯૩ આ બધા ગુણો ઉપરાંત તેઓ પ્રેમાળ પણ એવા જ હતા. એમનું ભાવભર્યું આતિથ્ય કદી ન વીસરી શકાય એવું રહેતું. એકટ્ટર સંપ્રદાયમાં જન્મવા અને ઊછ૨વા છતાં આવી સરળતા, સત્યપરાયણતા, ગુણગ્રાહક દૃષ્ટિ સાંપડવી એ, ખરેખર, ભારે વિરલ યોગ ગણાય. અમુક રીતે તો, દિગંબર જૈન સમાજના એ બીજા પંડિત સુખલાલજી જ સમજી લ્યો! એટલે તો એ બંને ખૂબ ગાઢ મિત્રો હતા. (તા. ૨૦ અને ૨૭ ફેબ્રુઆરી, ૧૯૬૦) (૨૪) આજીવન વિધોપાસક પંડિત શ્રી લાલચંદભાઈ ગાંધી વિદ્યા અને સાહિત્યની જીવનભર ઉપાસના કરવાના વ્રતધારી, અમારા સ્નેહી શ્રી લાલચંદભાઈ ભગવાનદાસ ગાંધી જૈનસંઘના તેમ જ ગુજરાતના એક જાણીતા પંડિત-વિદ્વાન છે; અને અત્યારે જીવનની યશસ્વી ત્રણ પચીશીની નજીક પહોંચવા છતાં એમની સરસ્વતી-સેવા સારી રીતે ચાલી રહી છે. આવા એક આજીવન વિદ્યાસેવી વિદ્વાનની ‘શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણ-ચંદ્રક’ને માટે વરણી કરવામાં આવી છે, અને એ રીતે એમનું અને એમની અરધી સદી જેટલી લાંબી સાહિત્ય-ઉપાસનાનું બહુમાન કરવામાં આવ્યું છે તે જાણીને અમે ખૂબ હર્ષિત થયા છીએ. સ્વર્ગસ્થ શાસ્ત્ર-વિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી વિક્રમની વીસમી સદીના એક સમયજ્ઞ, દીર્ઘદર્શી પ્રતાપી પુરુષ થઈ ગયા. આજથી ૬૦૬૫ વર્ષ પહેલાં તેઓએ જૈન ગૃહસ્થ વિદ્વાનો તૈયાર કરવા છેક કાશીમાં શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળાની અને પ્રાચીન જૈન સાહિત્યના પ્રકાશન માટે શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળાની સ્થાપના કરી હતી. તેઓના પચીસમાં સ્વર્ગારોહણ-વર્ષ નિમિત્તે, અમદાવાદ પાસે ઉવારસદ ગામમાં, તેઓના ગુરુભક્ત શિષ્ય મુનિરાજ શ્રી દેવેન્દ્રવિજયજીની પ્રેરણાથી, સને ૧૯૪૭માં એક ઉત્સવ ઊજવવામાં આવ્યો હતો. એ પ્રસંગે એ ઉત્સવની તથા સ્વર્ગસ્થ આચાર્યશ્રીની સ્મૃતિરૂપે ‘શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક'ની યોજના કરીને એનો વહીવટ ભાવનગરની શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળાને સોંપવામાં આવ્યો હતો. આ યોજના મુજબ ચંદ્રકને માટે વિદ્વાનની ભલામણ કરવા માટે ગ્રંથમાળા દ્વારા વિદ્વાનોની એક સમિતિની નિમણૂક કરવામાં આવે છે, અને તેની ર્ભલામણ મુજબ સુવર્ણ-ચંદ્રક અર્પણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ ચંદ્રક માટે પંડિતવર્ય શ્રી સુખલાલજી, પંડિતવર્ય શ્રી બેચરદાસ જીવરાજ દોશી, જાણીતા For Private & Personal Use Only ' Jain Education International www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy