SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત દલસુખભાઈ ૩૩ મહારાજની ભલામણ અને સદ્ગત રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રબાબુના પ્રયાસથી સને ૧૯૫૨માં પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીની દિલ્હીમાં સ્થાપના થઈ. બીજી બાજુ પૂજ્ય પુણ્યવિજયજી મહારાજની પ્રેરણા અને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની ઉદાર સખાવતથી સને ૧૯૫૭માં અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના થઈ. શેઠશ્રી કસ્તૂરભાઈ પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીના સ્થાપનાસમયથી જ એની કાર્યવાહક સમિતિમાં છે. જતે દહાડે શ્રી દલસુખભાઈ પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીના માનદ મંત્રી બન્યા. તે પછી સોસાયટીના કામ અંગે એમની અને શેઠ શ્રી કસ્તૂરભાઈ વચ્ચે જે પત્રવ્યવહાર થયા, એને લીધે શ્રી કસ્તૂરભાઈ શેઠના મન ઉપર કંઈક એવી છાપ પડી કે જેથી એમણે શ્રી દલસુખભાઈને એમની સંસ્થાનું ડિરેક્ટરપદ સંભાળવા સૂચવ્યું. દલસુખભાઈએ એ સૂચનનો સ્વીકાર કર્યો અને સને ૧૯૫૯ના ડિસેમ્બરમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ડિરેક્ટર (નિયામક) બનીને તેઓ અમદાવાદ આવ્યા. આ આઠ વર્ષ દરમ્યાન સતત કામ કરીને દલસુખભાઈએ વિદ્યામંદિરની ખૂબ પ્રતિષ્ઠા વધારી અને વિદ્વાનોની પુષ્કળ સહાનુભૂતિ પણ મેળવી. ઉપરાંત, આવી મોટી સંસ્થાનો સફળ વહીવટ કરવાની એમની વહીવટી કુશળતાનો પરિચય પણ સૌને મળી રહ્યો. આમ વિદ્યા-ઉપાર્જનમાં જેમ તેઓ ઉત્તરોત્તર આગળ વધતા ગયા, તેમ વિદ્વાન તરીકેનું ઉચ્ચતર પદ પણ એમને વણમાગ્યું વગર લાગવગે મળતું રહ્યું. ચારેક વર્ષ પહેલાં દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય પ્રાચ્ય-વિદ્યા-પરિષદ ભરાઈ હતી અને ૧૯૬૬માં અલીગઢમાં અખિલ-ભારતીય પ્રાચ્ય-વિદ્યા-પરિષદ ભરાઈ હતી. બંને વખતે હું દલસુખભાઈ સાથે હતો. આ બંને પ્રસંગોએ દેશના જુદાજુદા પ્રદેશના તેમ જ થોડાક પરદેશના પણ વિદ્વાનોની શ્રી દલસુખભાઈ પ્રત્યેની જે લાગણી જોવા મળી એ ક્યારેય વીસરી શકાય એવી નથી. ગત પર્યુષણ દરમ્યાન બેંગલોરમાં ભારતની યુનિવર્સિટીઓમાં ધર્મોના અભ્યાસના સ્થાન અંગે એક જ્ઞાનગોષ્ઠિ યોજવામાં આવી હતી. એમાં માત્ર ઉચ્ચ કોટિના પચીસેક વિદ્વાનોને આંમંત્રવામાં આવ્યા હતાં; એમાં પણ જૈનધર્મના અભ્યાસ અંગે તેમને સ્થાન મળ્યું હતું એ બીના પણ એમની વિદ્વત્તા અને લોકચાહનાનું સૂચન કરે એવી છે. નામનાની એમને જરા ય ઝંખના નથી. પૈસો એમને લોભાવી શકતો નથી. એમના નમ્ર, નિખાલસ અને નિર્મળ મન ઉપર પાંડિત્યમદનું આધિપત્ય ક્યારેય જોવા ન મળે. તેથી જ તેઓ સદા સ્વસ્થ અને સદા પ્રસન્ન રહી શકે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy