SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત-સમીપે અવિવેક કરવો નહીં અને કોઈનો ડર રાખવો નહીં એ એમની વિદ્યોપાસનાની વિશેષતા છે. પૂજ્ય પંડિત સુખલાલજી અને એમની વચ્ચે કાયા ને છાયા જેવો એકરૂપ સંબંધ છે; છતાં કોઈ શાસ્ત્રીય કે બીજી બાબતમાં પોતાનું મંતવ્ય જુદું હોય તો તે તેઓ વિના સંકોચ રજૂ કરવાના જ. નિર્મળ જીવન અને સૌમ્ય વ્યક્તિત્વ ૩૪ શ્રી દલસુખભાઈનું નિર્વ્યાજ જીવન જોઈને ક્યારેક મીઠી મૂંઝવણભર્યો એવો ૨મૂજી સવાલ થઈ આવે છે કે એમનું પાંડિત્ય વધે કે એમનું સૌજન્ય ? એમની ઓછાબોલી છતાં મૂળ સુધી પહોંચનારી અગાધ વિદ્વત્તા આપણને એમના પાંડિત્યની પ્રશંસા કરવા પ્રેરે છે, તો એમની સહજ સરળતા, નિરભિમાનવૃત્તિ, સમતા, અનાસક્તિ, સહૃદયતા, શરીર-બુદ્ધિ-પૈસાના ભોગે પણ કોઈનું કામ કરી છૂટવાની પરગજુવૃત્તિ, વિવેકશીલતા, અનાગ્રહદ્રષ્ટિ, વેરવિરોધ કે રાગ-દ્વેષની કઠોર લાગણીનો અભાવ વગેરે ગુણો એમના રોમેરોમમાં ધબકતા સૌજન્યની શાખ પૂરે છે. શ્રી દલસુખભાઈની સાધનાના કેન્દ્રમાં માતા સરસ્વતી બિરાજે છે. એ ઉપાસનાનું ફળ એમને કેવા જીવનદાયી સમભાવ રૂપે મળ્યું છે એનો ખ્યાલ ત્રણેક મહિના પહેલાં દિલ્હીમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૪મા અધિવેશન પ્રસંગે પ્રગટ કરવામાં આવેલ ‘સંભારણામાં છપાયેલ નાનાસરખા સવાલ-જવાબથી પણ મળી શકે છે : સવાલ : આપ કયા દર્શનને અનુસરો છો ? દલસુખભાઈ : હું કોઈ દર્શનને અનુસરતો નથી. માત્ર સર્વ દર્શનનો અભ્યાસ કરું છું અને સમન્વયની ભાવનામાં માનું છું. [પં. દલસુખભાઈની વિદ્વત્તાના બહુમાનરૂપે જુલાઈ ૧૯૭૪માં દિગંબર મુનિ શ્રી વિદ્યાનંદજી પ્રેરિત ‘વીરનિર્વાણભારતી' સંસ્થા તરફથી તેમનું ‘સિદ્ધાંતભૂષણ’ પદવી ઉપરાંત પુરસ્કાર અને સન્માનપત્રથી અભિવાદન કરાયું હતું. ભારત સરકાર તરફથી ૧૯૮૫માં સંસ્કૃત વિદ્યા માટે સન્માનપત્ર (સર્ટિ. ઑફ ઑનર) અને કાયમી વર્ષાસન દ્વારા તેઓ સન્માન પામ્યા, અને ૧૯૯૨માં ‘પદ્મભૂષણ' ખિતાબથી વિભૂષિત કરાયા. સંસ્થાવિશેષ દ્વારા કરાયેલાં અન્ય સન્માનોની તેમ જ વિદ્યાસ્થાનોમાં થયેલી વિવિધ નિમણૂકોની યાદી લાંબી છે. - સં.] (તા. ૨૩-૧૨-૧૯૬૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy