________________
શ્રી પુરુષોત્તમદાસ ટંડન અને . બિધાનચંદ્ર રૉય
૪૮૯ વારસો બચપણથી જ મળ્યો હતો. આ વારસાએ જ એમના જીવનને આરામતલબ અને વિલાસી બનાવવાને બદલે ઉચ્ચ આદર્શવાળું અને કર્તવ્યપરાયણ બનાવ્યું હતું. કદાચ આવા કોઈ મહાન આદર્શ જ એમને જીવનભર લગ્નજીવનના બંધનથી મુક્ત રહેવાની પ્રેરણા આપી હતી.
શ્રી બિધાનબાબુની કારકિર્દી શરૂઆતથી જ તેજસ્વી હતી. એમનો મૂળ મનોરથ તો એક મોટા ઇજનેર બનવાનો હતો, પણ ભવિતવ્યતા એમને દાક્તરી વિદ્યાના અભ્યાસ તરફ દોરી ગઈ; એમાં એમને ભારે સફળતા મળી. કલકત્તા વિશ્વવિદ્યાલયના એમ. ડી. થયા પછી તેઓ વિલાયત ગયા, અને ત્યાં થોડાક વખતમાં જ એમણે ફિઝીશિયન (એમ.આર.સી.પી.) અને સર્જન (એફ આર સી.એસ.) તરીકેની પદવી મેળવી લીધી. એક જ ડૉક્ટર ફિઝિશિયન અને સર્જન તરીકેની સર્વોચ્ચ પદવીઓ મેળવે એ બહુ વિરલ ઘટના
વિશેષ નોંધપાત્ર બીના તો એ છે કે મુખ્યપ્રધાન તરીકેની કે બીજા એવા જ જવાબદારીવાળાં સ્થાનોની વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતા અને અતિ વ્યસ્ત બનેલા જીવનમાં પણ એમણે દાક્તરી વિદ્યા તરફનો પોતાનો રસ અને પ્રેમ જીવંત રાખ્યો હતો, અને દાકતરી વિદ્યા માટેની સંખ્યાબંધ સંસ્થાઓની સ્થાપના કરીને એનું સફળ સંચાલન કર્યું હતું. આટલું જ શા માટે ? રોજ સવારે પાંચ વાગે જાગીને, કલાક-દોઢ કલાક ગરીબ દર્દીઓની સેવા મારફત પરમેશ્વરની સેવા કરીને તેઓ પોતાનાં દિવસનો અને પ્રવૃત્તિઓનો શુભ આરંભ કરતા હતા !
સત્તાના ઉચ્ચ શિખરે આરૂઢ થવા છતાં જનસેવાની આવી જીવંત પ્રીતિ ધરાવનાર પુરુષના અંતરમાં માનવતાનું અમૃત કેટલું ભર્યું હશે ! કદાચ એમની એ સેવાપરાયણતા જ એમની અસાધારણ લોકપ્રીતિની જનેતા હશે. પોતાના સેવકને જનતા શી રીતે વીસરી શકે? મહાત્મા ગાંધીજીના રખેવાળ તબીબ તરીકે ડૉ. રોયે જે અજોડ સ્થાન મેળવ્યું હતું એના મૂળમાં પણ એમની કાબેલિયત ઉપરાંત આવી અદમ્ય સેવાપ્રીતિ જ સમજવી.
રાજકારણ એ કંઈ ડૉ. રૉયનો અંગત રસનો વિષય ન હતો. પણ જે વ્યક્તિમાં શક્તિ અને બુદ્ધિનો અખૂટ ઝરો વહેતો હોય એને માટે કોઈ પણ વિષયમાં પ્રભુત્વ જમાવવું એ સાવ રમતવાત છે. મહાત્મા ગાંધીએ ભારતના રાજકીય ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું, અને કરોડો ભાઈ-બહેનો એમની રાહબરી નીચે ભેગાં થવા લાગ્યાં; એવા વખતે ડૉ. રોય જેવા વિદ્યુત્સક્તિ-સમાં પુરુષ પાછળ કેવી રીતે રહે? બાબુ ચિત્તરંજનદાસના પ્રેર્યા એમણે રાજકારણમાં ઝંપલાવ્યું, અને પહેલે જ ઝપાટે સર સુરેન્દ્રનાથ બેનર્જી જેવાને ચૂંટણીમાં શિકસ્ત આપી ! ત્યારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org