SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ અમૃત-સમીપે બળે બંને રાષ્ટ્રસેવકોએ કરોડો દેશવાસીઓના અંત૨માં આદર અને બહુમાનનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભારતના વીસમી સદીના ઇતિહાસમાં બંનેનાં નામ સુવર્ણાક્ષરે અંકિત થઈ જાય એવી ભવ્ય અને ઉજ્જ્વળ એમની કારકિર્દી હતી. બંનેનાં જીવનના ક્રમ આગવા હતા. ડૉ. બિધાનચંદ્ર રૉય કદી કોઈથી પાછા ન પડે એવા, લીધું કાર્ય પાર પાડવાની દઢ મનોવૃત્તિવાળા અને મુસીબતો અને અસંખ્ય પ્રવૃત્તિઓના જબરા જુવાળ વચ્ચે પણ હિમાલયની જેમ અસ્પૃષ્ય (અડગ) રહીને પોતાના વ્યક્તિત્વને બળે સૌને પ્રભાવિત કરવાની અસાધારણ વિશેષતા ધરાવનારા હતા. તો બાબુ પુરુષોત્તમદાસ ટંડન શાંત અને સૌમ્ય છતાં અડોલ ઇચ્છાશક્તિ ધરાવતા હતા. તપસ્વી જેવાં તપ, ત્યાગ અને સંયમથી એમનું જીવન સુરભિત બન્યું હતું; સેવા અને સ્વાર્પણ એમનાં જીવનસૂત્ર બન્યાં હતાં. બંનેનું વ્યક્તિત્વ એકબીજાથી જુદું હોવા છતાં માતૃભૂમિની સેવા કાજે બંનેની ભક્તિભાગીરથી સમાન માર્ગે અને સમાન ભાવે વહી હતી. મા-ભોમની સેવામાં સર્વસ્વ સમર્પણ કરવામાં બંને નરવીરોએ કશી જ કમીના રહેવા દીધી ન હતી. બંને સમાન વયના હતા : શ્રી ટંડનબાબુ ડૉ. રૉયથી ફક્ત એક જ મહિનો નાના હતા. બંને ન૨૨ત્નોને એક સાથે દોઢેક વર્ષ પહેલાં, ‘ભારતરત્ન’ના સર્વોચ્ચ રાષ્ટ્રીય બિરુદથી સન્માનવામાં આવ્યા હતા ! " પૂરી ચાર વીશીનું યશોજ્જ્વલ અને રાષ્ટ્રસેવાની સૌરભથી પમરતું જીવન! બંને અવિરત સેવાનો અતિશ્રમ ઉઠાવીને નિવૃત્તિનાં સાચા અધિકારી બન્યા હતા. શ્રી ટંડનબાબુ તો ત્રણેક વર્ષથી પથારીવશ હતા; અને સામર્થ્યવાન આત્મા જાણે જર્જરિત ફ્લેવરનો ત્યાગ કરી નવા ફ્લેવરની ઝંખના કરતો હતો. પણ ડૉ. વિધાનબાબુ તો એંશી વર્ષની વયે પણ તન અને મનથી એવા જ જાજરમાન હતા, અને હજી પણ જન્મભૂમિની વર્ષો સુધી સેવા કરવાની શક્તિનો પુંજ જાણે એમનામાં ભર્યો હતો ! પણ કાળ તો જર્જરિત કે શક્તિશાળી દેહના ભેદને પિછાણતો નથી; એ તો પોતાનો સમય પાકવાની જ રાહ જુએ છે અને વખત પાક્યે પોતાની બાજી આંખના પલકારામાં સંકેલી લે છે. આ બંને દેશભક્તોએ પોતાની ચિરવિદાય માટે એક જ દિન પસંદ ર્યો : તા. ૧-૭-૧૯૬૨ ને રવિવાર ; ત્રણેક કલાકને અંતરે બંને ચિરનિદ્રામાં પોઢી ગયા ! સમાન વય, સમાન સેવા, સમાન સન્માન અને એક જ તિથિએ સ્વર્ગગમન આવો સંયોગ વિરલ બને છે; અને છતાં દિલમાં ઊંડુંઊંડું દર્દ જગવતો જાય છે. શક્તિનો અખૂટ ઝરો : ડૉ. બિધાનચંદ્ર રૉય ડૉ. રૉયનો જન્મ સને ૧૮૮૨ની પહેલી જુલાઈએ પટનામાં થયો હતો. એમનું કુટુંબ બ્રહ્મોસમાજનું અનુયાયી હતું, અને ડૉ. રૉયને સમાજસુધારણાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy