________________
શ્રી પુરુષોત્તમદાસ ટંડન અને વૅ. બિધાનચંદ્ર રૉય
૪૮૭ અને ગાંધીજીનું આપેલું જ એ પરાણે પોતાની પાસે રાખે એ ઘટના જ એમ સૂચવે છે કે આ રાજવી એક સાચા રાજયોગી હતા; રાજવીપદ એમને મન ભોગવિલાસનું નહીં, પણ લોકકલ્યાણનું જ સાધન હતું.
મહારાજાના જીવનનું આછું દર્શન કરતાં પણ એમ લાગે છે કે એ એક આદર્શ રાજવી હતા. પ્રજાના દુઃખને એ પોતાનું માનતા; એ દુઃખ દૂર કરવા માટે રાત-દિવસ ચિંતા સેવતા, પ્રયત્ન કરતા અને પ્રજાના સુખમાં જ સુખ અનુભવતા. સમગ્ર પ્રજાના જીવન સાથે પોતાના જીવનની આવી એકરૂપતા સાધીને જીવન જીવી જાણનાર રાજવી બહુ વિરલ છે.
તેઓ જ્યાં જતા ત્યાં એમના આવા ઉજ્વળ જીવન અને ગુણભંડારથી સભર વ્યક્તિત્વની સુભગ છાપ અંકિત થઈ જતી. મદ્રાસ જેવા દૂરના રાજ્યના ગવર્નર તરીકે એમણે બજાવેલી સેવાઓ ત્યાંની પ્રજા આજે પણ આદર અને બહુમાનપૂર્વક સંભારે છે.
એમ કહેવું જોઈએ કે દેશસેવક અને લોકસેવક બનીને તેઓ સદાને માટે પોતાની પ્રજાના અંતરમાં વસી ગયા હતા. રાજવીપદનો તો એમણે ક્યારનો ત્યાગ કરી દીધો હતો, છતાં એમની પ્રજાને મન તો તેઓ જ એમના રાજા હતા ! એમના અવસાન પ્રસંગે ભાવનગર-રાજ્યની પ્રજાએ અને બીજાઓએ જે આંચકો અનુભવ્યો, જે શોક દર્શાવ્યો અને જે અંતિમ આદર-માન આપ્યું, એ દૃશ્ય મહારાજાના જીવનમાં સહજપણે સધાયેલા માનવતા, કરુણા અને વાત્સલ્યના ત્રિવેણીસંગમને ભાવભીની અંજલિરૂપ હતું. આવા એક પુરુષોત્તમ રાજપુરુષનું બાવન વર્ષની અપક્વ વયે સ્વર્ગગમન એ દેશને માટે મોટી ખોટ રૂપ ઘટના છે.
(તા. ૧૦-૪-૧૯૯૫)
(૧૦) મૃત્યુપંથના બે હમરાહી ઃ શ્રી પુરુષોત્તમદાસ ટંડન અને ૉ. બિધાનચંદ્ર રૉય
ભારતની આઝાદીની અહિંસક લડતના બે સમર્થ સુકાનીઓએ સદાને માટે એક સાથે આપણી વિદાય લીધી છે, અને નેકદિલ અને શક્તિશાળી રાષ્ટ્રસેવકોની વધતી જતી તંગીમાં આપણને ન પુરાય એવી ખોટ પડી છે.
બંગાળના મુખ્યપ્રધાન ડૉ. બિધાનચંદ્ર રૉય અને કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ બાબુ પુરુષોત્તમદાસ ટંડન, બંને આ યુગના મહાન રાજપુરુષો હતા. બંને ભારતમાતાના શ્રા અને સાચા સપૂતો હતા. પોતાની સેવા અને સ્વાર્પણની ભાવનાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org