________________
શ્રી કાંતિલાલ કોરા
પ૭૫ અને સંપત્તિના પ્રલોભનોથી સર્વથા અલિપ્ત રહીને એકધારાં બત્રીસ વર્ષથી તેઓ એ યજ્ઞમાં એકધારા એટલા જ ઉત્સાહ અને આનંદથી ભાગ લઈ રહ્યા છે એ બીના એમના પ્રત્યે વિશેષ આદર અને સન્માનની લાગણી પ્રેરે એવી છે.
શ્રી કાંતિભાઈ વિદ્યાલયના સંચાલનની મોટી જવાબદારી તો ઉઠાવે જ છે; સાથે-સાથે મુંબઈની જાહેર જૈન સંસ્થાઓનો કોઈ કાર્યક્રમ એવો નહીં હોય કે જેને સફળ બનાવવા માટેની અમુક આગળ પડતી જવાબદારી શ્રી કાંતિભાઈને શિરે ન આવતી હોય. એમની કાર્યસૂઝ, લીધેલ કાર્યને ગમે તે ભોગે પૂરું કરવાની કાર્યનિષ્ઠા અને લોકચાહના એવી છે કે કોઈ પણ જવાબદારીવાળા કાર્યને પ્રસંગે એમનું સ્મરણ થયા વગર ન રહે. શ્રી કાંતિભાઈની પ્રકૃતિ પણ એવી મુલાયમ અને પરગજુ છે કે કોઈ કામ માટે ઇન્કાર કરવાનું એમનાથી બનતું જ નથી, અને પોતાની ચાલુ જવાબદારીની સાથોસાથ તેઓ આવી અનેક નવી-નવી જવાબદારીઓને પણ, જેમ સાગર નદીઓને પોતામાં સમાવી દે એમ, ઉલ્લાસપૂર્વક નિભાવી જાણે છે. સમાજમાં આટલા વિશ્વાસપાત્ર બનવા એમને તન-મન-ધનની કેટલી તાણ વેઠવી પડે છે એ તો તેઓ જ જાણે !
આવી વિરલ વ્યવસ્થાશક્તિ અને કાર્યસૂઝ ઉપરાંત એમની બીજી પણ અનેક શક્તિઓ છે. એમની સાહિત્યરુચિ એમને સાહિત્યનું સર્જન કરવા તરફ દોરી જાય એવી છે. ક્યારેક તેઓ કોઈ બાબત અંગે લખે છે ત્યારે એમાં એમની આ શક્તિની ઝાંખી થયા વગર રહેતી નથી. પણ અન્ય પ્રવૃત્તિઓનાં જાળાંમાં એમને આ શક્તિને ન્યાય આપવાનો અવકાશ મળતો નથી. જેમ તેઓ ગુજરાતીમાં તેમ અંગ્રેજીમાં પણ લખી શકે છે. એમના સદ્દગત નાના ભાઈ શ્રી જગમોહનદાસ કોરાના સ્મરણ નિમિત્તે, દર વર્ષે એક પુસ્તકરૂપે પ્રગટ થતી “શ્રી જગમોહનદાસ કોરા સ્મારક પુસ્તકમાળા'માં અત્યાર સુધીમાં પ્રગટ થયેલાં દસ પુસ્તકો શ્રી કાંતિભાઈ કોરાની સાહિત્યરુચિનું જ પરિણામ છે. આ માટે તેઓ દર વર્ષે અમુક ખર્ચનો પણ ભાર ઉઠાવવામાં એક પ્રકારનો આહ્વાદ અનુભવે છે. એકાદ દાયકા પહેલાં તેઓએ, ત્રણ-ચાર વર્ષ માટે, આપણી કૉન્ફરન્સના માસિક મુખપત્ર “જૈનયુગ'ના સંપાદનની જવાબદારી જે રીતે સંભાળી હતી. એમાં પણ એમની સાહિત્યરુચિ અને મુદ્રણની ઊંડી સૂઝનાં સુરેખ દર્શન થતાં હતાં.
શ્રી કાંતિભાઈની મુદ્રણની સુરુચિ અને સૂઝ તો વિદ્યાલયના એકેએક પ્રકાશનમાં – રજત-મહોત્સવ-ગ્રંથ, વલ્લભસૂરિસ્મારક-ગ્રંથ, સુવર્ણમહોત્સવ-ગ્રંથ, જૈન આગમ ગ્રંથમાળા વગેરેમાં – સહેજે દેખાઈ આવે છે.
શ્રી કોરાની આવી-આવી અનેકવિધ કુશળતા અને શક્તિને કારણે ભગવાન મહાવીરના પચીસસોમાં નિર્વાણ-મહોત્સવની ઉજવણી માટે રચાયેલ સમિતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org