________________
સાધ્વીશ્રી વિચક્ષણશ્રીજી
૨૦૧
“આજે જૈન-શાસનરૂપી સિંહનું કલેવર નિશ્ચેતન બની પોતાનામાં જ ઉત્પન્ન થયેલા કીડાઓથી કોરાઈ રહ્યું છે. વીરવચનામૃતનું સિંચન કરી એ કલેવરને ચેતનવંતું બનાવવાની જરૂર છે. આ અવસરે આપણે જો જાગૃત નહીં થઈએ તો ‘લગ્નવેળાએ વરરાજા ઊંઘી ગયા' જેવો ઘાટ ઘડાશે.”
નવદીક્ષિતોની સાધના માટે ધ્યાન આપવાની જરૂ૨ સમજાવતાં તેઓ સૂચવે
છેઃ
“પુરુષો કે બાળકોને દીક્ષાઓ બહુ હોંશથી, મહોત્સવથી અને આનંદથી અપાય છે; પણ તેમના પછીના જીવન માટે ગુરુ તરફથી ખાસ કોઈ લક્ષ્ય આપવામાં આવતું ન હોય એવું બહુધા જણાય છે. આજનાં દીક્ષાભાવી બાળકો ભાવિના જ્યોતિર્ધરો બને એ માટે સક્રિય પ્રયત્ન કરવો આવશ્યક છે.”
એ જ રીતે સાધ્વીજીઓની સ્થિતિ અંગે પોતાની ઊંડી વેદના વ્યક્ત કરતાં તેઓએ બહુ જ સાચું કહ્યું છે
“બેનો અને બાલિકાઓ પણ ઘણી સારી સંખ્યામાં, સંસારની વિડંબનાઓથી વૈરાગ્ય પામી દીક્ષિત બનવા પ્રેરાય છે, અને તેમનો દીક્ષા-પ્રસંગ ચતુર્વિધ સંઘની અપરિમિત હાજરીમાં માનભેર અને ઉમંગેભર ઉજવાય છે. પણ સાધ્વીજીવનમાં પ્રવેશી ગયા પછી તેની ઉપેક્ષા પણ એટલી જ જોવામાં આવે છે. મૂળભૂત સંસ્કાર અને જ્ઞાનથી વંચિત બની ચતુર્વિધ સંધનું બીજું અંગ સીદાય છે; પણ જાણે કોઈને પરવા જ નથી !”
-
સાધ્વીજીના આટલા થોડાક ઉદ્ગારો ઉપરથી પણ એ જાણી શકાય છે કે તેઓ કેવાં સારા વિચારક છે અને સંઘના હિતના પ્રશ્નોને કેવી સારી રીતે સમજીવિચારી શકે છે. સંઘની આ ખુશનસીબી છે.
Jain Education International
(૫) સાધનાનિરત અપ્રમત્ત સાધ્વી શ્રી વિચક્ષણશ્રીજી
એવું જોવા મળે છે કે કનક અને કામિનીના પંજામાં ન સપડાનાર સાધક છેવટે કીર્તિની લાલસામાં ફસાઈ જાય છે, અને એનો ધકેલાયેલો, વિવેકનું ભાન ભૂલીને, ન કરવાનાં કામ કરે છે. એટલા માટે આ ત્રણેના જીવલેણ સપાટામાંથી ઊગરી જવાની અખંડ જાગૃતિ રાખનાર સાધક જ પોતાની સાધનાયાત્રામાં સફળ થઈને, અંતિમ મંજિલે પહોંચી શકે છે.
(તા. ૨૨-૧-૧૯૭૭)
For Private & Personal Use Only
www.jainelibrary.org