________________
ડૉ. બેનીમાધવ બરૂ
૭૧
ભાષામાં ભાષાંતર કર્યું હતું. એમનું ‘પંચતંત્ર'નું સંશોધન તો એમના કાર્યના એક સીમાસ્તંભરૂપ બની ગયું છે. ‘પંચતંત્ર’ આજે જે રૂપે મળે છે તેને તે રૂપ અપાવવામાં જૈન કથાકારોનો અને જૈન કથાઓનો બહુ મોટો હિસ્સો હોવાનું પુરવાર કરીને એમણે જૈન સાહિત્યનું મહત્ત્વ વધારી દીધું હતું એમ ચોક્કસ કહી શકાય.
જિંદગીનાં પાછલાં વરસોમાં, જ્યારે કોઈ પણ વિદ્વાન નિવૃત્ત જીવન જીવવાનો સાચો અધિકા૨ી લેખાય, એવા પ્રસંગે પણ તેઓ હિંદુધર્મની વેદસંહિતા અને જ૨થોસ્તી ધર્મના અવેસ્તાના સંશોધન જેવા લોઢાના ચણા ચાવવા સમાન કઠણ કામમાં લાગેલા હતા એ બીના એમની સાચી વિદ્યોપાસનાની પ્રત્યે કોઈને પણ માન ઉપજાવે એવી છે.
બે-બે મહાયુદ્ધો દરમ્યાન અને એ પછી પણ જર્મનીને ભોગવવા પડેલા ભારે મુશ્કેલ સમયમાં પણ સરસ્વતીના આ સાચા સેવકે પોતાની વિદ્યોપાસનાને અખંડ રાખી એ કાંઈ નાનુંસૂનું કામ નથી. અંતરમાં સાચું શૂરાતન ભર્યું હોય તો જ આવું બની શકે.
(તા. ૨૧-૧-૧૯૫૬)
(૧૪) સંસ્કૃતિ-ઉપાસક ડૉ. બેનીમાધવ બરૂઆ
બંગાળની ભૂમિએ દેશને અનેક વિદ્વાનો આપ્યા છે, તેમ જૈન સંસ્કૃતિના અભ્યાસીઓ અને પ્રેમીઓ પણ ઠીક-ઠીક પ્રમાણમાં પૂરા પાડ્યા છે. આજે અનેક બંગીય વિદ્વાનો જૈન સંસ્કૃતિની શોધખોળ પાછળ પોતાનો સમય વિતાવે છે. આવા જૈનસંસ્કૃતિપ્રેમી વિદ્વાનોમાં સ્વ. ડૉ. બેનીમાધવ બરૂઆનું નામ ગૌરવપૂર્વક લઈ શકાય. ડૉ. બરૂઆના તારીખ ૨૬-૩-૧૯૪૮ના રોજ કલકત્તા મુકામે થયેલા અચાનક અવસાનની નોંધ લેતાં અમે ખૂબ દિલગીરી અનુભવીએ છીએ અને આ માટે મુનિશ્રી કાંતિસાગરજીએ દેવધર ગામથી તા.૨૭-૩-૧૯૪૮ના રોજ અમને લખેલ પત્રમાંની નીચેની વિગત જૈન જનતાની જાણ માટે રજૂ કરવી ઉચિત સમજીએ છીએ :
“આજ એક તાર દ્વારા મને ખબર મળ્યા કે કલકત્તા યુનિવર્સિટીના પાલી વિભાગના અધ્યક્ષ શ્રીમાન ડૉ. બેનીમાધવ બરૂઆનું અચાનક અવસાન થયું. તેઓ જો કે બૌદ્ધદર્શન અને સાહિત્યના પ્રકાંડ (વિદ્વાન) તો હતા જ, પણ જૈન સાહિત્યના પણ સારા વિદ્વાન હતા. મેં એમની સાથે આટલાં વર્ષો સુધી સંપર્ક રાખી ઘણું-ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. મેં ઘણી વા૨ જોયું કે જ્યારે ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org