SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ પહર અમૃત-સમીપે ફૂલડાં ભલે કરમાય, માનવફૂલડાં કદી કરમાયાં જાણ્યાં નથી. એ તો પોતાની સુવાસ પ્રસરાવીને જાણે અન્યત્ર ચાલ્યા જાય છે સ્વજન પરદેશ જાય અને એ નવી ધરતીને અને નવા લોકોને સુરભિત અને બડભાગી બનાવે છે. શ્રી નાગકુમારભાઈ આવું માનવપુષ્પ હતા. એ રીતે -- તેમનું મૂળ વતન તારાપુરા: વડોદરા પાસેના પાદરા પાસેનું નાનું ગામ. એમના પિતા નાથાલાલભાઈ વ્યવસાયે વેપા૨ી. એમણે તારાપુરાથી પાદરામાં નિવાસ કર્યો. નાગકુમારભાઈ એમના એકના એક કર્મશૂર પુત્ર; બુદ્ધિ પણ આગવી. એમણે તો પિતાનો વ્યવસાયે બદલ્યો, અને નવું વતન પણ બદલી વડોદરાને પોતાનું વતન બનાવ્યું. સંપત્તિ તો કંઈ હતી જ નહીં; નાગકુમારભાઈને શૂન્યમાંથી જ સર્જન કરવાનું હતું. એમણે સરસ્વતીનાં ચરણો આરાધ્યાં. માતા ભારતી પોતાના ઉપાસકને કદી જાકારો આપતી નથી. બુદ્ધિ તો પહેલેથી જ મળી હતી. શારદાની સેવાએ બુદ્ધિના ઉદ્યાનને ખૂબ ખીલવ્યો. નાગકુમારભાઈએ કાયદાનો અભ્યાસ આરંભ્યો અને સાહિત્યની પણ સેવા શરૂ કરી; કર્મી પુરુષની કાબેલિયત સોળે કળાએ ખીલી ઊઠી. અને કાબેલિયતમાં સેવાની સૌરભ ભળી સોનું અને સુગંધ મળી ગયાં; જાણે જીવનસાફલ્યની ચાવી મળી ગઈ ! શ્રી નાગકુમારભાઈ સાથેની અમારી સ્નેહકેડી બે દાયકા જેટલી જૂની; કેટલાંક એંધાણ તો એથી યે આગળ નીકળી જાય છે. ‘જૈન’ પત્રના સંપાદનકાળમાં છેલ્લા દાયકામાં તો એ સ્નેહસંબંધ ખૂબ ગાઢ : તેમાં ય પાંચ વર્ષ તો કંઈ-કંઈ મધુર સ્મરણો જગવી જાય છે. બે-સવા બે વર્ષ પહેલાં અમે સાથે ગાળેલું એક અઠવાડિયું તો જીવનની અમૂલ્ય મૂડી બની ગયું છે ! લુધિયાનામાં કૉન્ફરન્સનું અધિવેશન હતું. હું એમાં ગયેલો. શ્રી નાગકુમારભાઈ, શ્રી રતિભાઈ (મુંબઈમાં જેમને ત્યાં તેઓ બીમારીમાં ઊતર્યા હતા), મંગળકાકા, જમનાદાસ ઝવેરી અને વાડીભાઈ વૈદ્ય વગેરે સાથે ત્યાં આવેલા. મને કેટલાય વખતથી લાગતું હતું કે મંત્રીઓની પસંદગી કરવાની સત્તા કૉન્ફરન્સના પ્રમુખને મળવી જોઈએ. મેં એ વાત શ્રી મકાતીભાઈને કરી. એમને એ રુચી ગઈ. હું તો કૉન્ફરન્સનો સામાન્ય સભ્ય પણ નહીં, એટલે મારાથી તો શું થઈ શકે ? પણ શ્રી નાગકુમારભાઈએ ભારે કાબેલિયતથી એ વાત પાર પાડી. મારા દિલમાં હતું કે ક્યારેક તેઓને કૉન્ફરન્સના મહામંત્રીપદે બેસારીને એમની સેવાનો વધારે લાભ લઈશું, પણ કુદરતને એ મંજૂર ન હતું. પણ અમારો પંજાબપ્રવાસ એક ચિરસ્મરણીય આનંદ-પ્રવાસ બની ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy