________________
શ્રી નાગકુમારભાઈ મકાતી
૫૯૧ નવાઈની વાત તો એ છે કે મુંબઈમાં પોતાનો દવાનો વેપાર ખેડતાં-ખેડતાં એમણે જનસેવાની અને સુરેન્દ્રનગરના શતમુખ વિકાસની પ્રવૃત્તિ સફળ રીતે પાર પાડી હતી ! અને મુંબઈના સુરેન્દ્રનગર મિત્રમંડળના તો એ માત્ર મંત્રી જ નહીં, એનો આત્મા જ હતા.
પાતળો દેહ, તેજ વેરતી આંખો, હાસ્ય વેરતું મોહક મુખ, સદા વિનોદ વર્ષાવીને કર્તવ્યની ખેતીને નિપજાવી લેતી વાણી અને ઠાવકાઈભરી રીતભાતથી શ્રી મનસુખભાઈનું વ્યક્તિત્વ ભારે આકર્ષક બનેલું હતું.
કામનો ગમે તેટલો ભાર માથે હોય, પણ શ્રી મનસુખભાઈના મુખ ઉપર તે ક્યારેય જોવા ન મળે. આમ વેપારનું અને સેવાનું નાનું-મોટું કામ વણઅટક્યું ચાલ્યા જ કરે એ શ્રી મનસુખભાઈની બુદ્ધિની અને કાર્યદક્ષતાની અસાધારણ ખાસિયત હતી.
દાતાઓ જાણે શ્રી મનસુખભાઈના કામણને વશ હતા; તેઓ હોંશે-હોંશે ધાર્યા કરતાં સવાયું દાન આપીને છૂટા પડતા. શ્રી તલકશી દોશી જેવા વયોવૃદ્ધ સગૃહસ્થ હોય કે શ્રી મેઘજી પેથરાજ જેવા કાબેલ ઉદ્યોગપતિ અને ભારે ગણતરીબાજ શ્રીમંત હોય; પણ સૌ મનસુખભાઈની વાતને શિરોમાન્ય કરવામાં આનંદ માનતા ! મનસુખભાઈના આ અદ્ભુત વશીકરણનું કારણ હતું લોકસેવા માટે સદા ય તલસતા એમના આત્માના બોલ – આત્માના સીધા-સાદા બોલ અંતરને સ્પર્યા વિના રહેતા નથી.
લોકસેવાનો કોઈ ડોળ નહીં, કીર્તિની કોઈ આકાંક્ષા નહીં, સ્વાર્થ સાધવાની કોઈ વૃત્તિ નહીં; કેવળ નિર્ભેળ કર્તવ્યપરાયણતા અને સેવાનિષ્ઠા એ જ શ્રી મનસુખભાઈનો સહજ જીવનક્રમ હતો. અને જતાં-જતાં પણ પોતાનાં નેત્રોનું દાન કરીને “જનસેવા એ જ પ્રભુસેવા'ના સૂત્રનો બોધપાઠ આપતા ગયા.
ફૂલ આજે ખીલે છે. અને કાલે કરમાય છે, છતાં એની સૌરભ-સ્મૃતિ ક્યારેય મુરઝાતી નથી. જીવન લાંબું હોય કે ટૂંકું; એને સેવાપરાયણ અને પ્રભુપરાયણ બનાવવું એ માનવીના પોતાના હાથની વાત છે.
(તા. ૨૨--૧૯૬૩)
(૧૬) સીના સેવાપરાયણ સ્વજન શ્રી નાગકુમારભાઈ મકાતી
માનવસમૂહોનાં ભાગ્ય ખીલે છે અને જગતને માનવપુષ્પોની પ્રસાદી મળે છે. એ પુષ્પો માનવતાને ઉજાળતાં જાય છે, સમૃદ્ધ બનાવતાં જાય છે, સજીવન ક તાં જાય છે. એ પોતે કૃતકૃત્ય બનીને માનવસમૂહને કૃતકૃત્ય બનાવતાં રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org