________________
શ્રી રવિશંકર રાવળ
૩૮૫ જન્મ સને ૧૮૯૨ની પહેલી ઑગસ્ટના રોજ જન્મે બ્રાહ્મણ, એટલે વિદ્યાપ્રીતિ અને સાદી જીવનપદ્ધતિની ભેટ પારણામાં જ મળેલી. ભાવનગરમાં રહીને મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને કૉલેજમાં જોડાયા. કૉલેજના પારસી આચાર્ય શ્રી સંજાણાએ પોતાના આ શિષ્યમાં છુપાયેલ કળાનિપુણતાને પારખી લીધી અને કૉલેજનો ચાલુ અભ્યાસ છોડીને મુંબઈની સુપ્રસિદ્ધ જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં જોડાવાની એમને સલાહ આપી. એ સલાહ રવિભાઈએ વધાવી લીધી, અને ૧૯ વર્ષની વયે, સને ૧૯૧૧માં તેઓ ચિત્રકળાના અભ્યાસ માટે મુંબઈ પહોંચી ગયા. પોતાના પુત્રને ઇજનેર બનાવવાની પિતાની ઇચ્છા વણપૂરી રહી ગઈ અને રવિભાઈના જીવનરાહને કળા-સાધનાનો નવો વળાંક મળી ગયો. - સાહિત્ય અને કળાને પ્રોત્સાહન આપવા માટે અપૂર્વ શહાદત વ્હોરનાર સ્વનામધન્ય હાજી મહમ્મદ અલારખિયા શિવજીએ એ જ અરસામાં “વીસમી સદી” નામે ગુજરાતી ભાષાનું પહેલવહેલું સચિત્ર અને સાહિત્યસમૃદ્ધ (ભલે ખરચાળ) માસિક શરૂ કરવાનું સાહસ કર્યું હતું. અભ્યાસકાળ દરમિયાન આ માસિક માટે ચિત્રો-સુશોભનો દોરીને શ્રી રવિભાઈ પોતાની હાથખરચી મેળવી લેતા. પાંચ વર્ષમાં ભારે સફળતાપૂર્વક અને બે સુવર્ણચંદ્રકો મેળવીને એમણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને જીવનનો કાર્યકાળ શરૂ કર્યો. અભ્યાસ પૂરો કર્યા પછી બે-ત્રણ વર્ષ તો તેઓ મુંબઈમાં જ રહ્યા; પણ પછી મુંબઈનું પાણી એમને માફક ન આવ્યું અને કુદરતનો કોઈ સંકેત હોય એમ સને ૧૯૧૯માં તેઓ અમદાવાદમાં કાયમી વસવાટ કરીને રહ્યા. મહાત્મા ગાંધીએ અમદાવાદમાં સત્યાગ્રહ-આશ્રમ સ્થાપ્યો, લગભગ તે અરસાનો જ આ સમય હતો.
જીવનનું ઉત્થાન કરે એવી ભદ્ર ચિત્રકળાના ઉપાસકને મહાત્મા ગાંધીનો નિકટનો સંપર્ક મળ્યો; એની અસર એમની કળાની દિશા અને રુચિ ઉપર પડ્યા વગર કેવી રીતે રહે ? એ અસર શ્રી રવિભાઈના જીવન અને કળાવિચાર બંને ઉપર ઘણી આવકારપાત્ર પડી એમ કહેવું જોઈએ. ઇતિહાસ એ વાતની ગવાહી પૂરે છે કે મહાત્મા ગાંધીની આગેવાની નીચેનાં કોંગ્રેસનાં કેટલાંક અધિવેશનો શ્રી રવિભાઈ તથા એમના શિષ્યોએ દોરેલા ચિત્રોથી સુશોભિત બન્યાં હતાં. આ ચિત્રોએ ગુજરાત તેમ જ ભારતની ગ્રામીણ ચિત્રકળા તથા જીવનપદ્ધતિને સારા પ્રમાણમાં ગૌરવશાળી બનાવી હતી.
પોતાની કળા અને સાહિત્યરુચિનું મનગમતું ખેડાણ કરવા માટે સને ૧૯૨૨માં એમણે “કુમાર' માસિક શરૂ કર્યું હતું, અને બે દાયકા સુધી એને પોતાની અંગત જવાબદારીથી સફળ રીતે ચલાવ્યું હતું. ત્યાર પછી એનું પ્રકાશન કુમાર કાર્યાલય લિમિટેડ કંપનીએ સંભાળ્યું. ઉચ્ચ કોટિનું આ માસિક આજે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org