________________
૩૮૯
અમૃત-સમીપે
એના સ્થાપક તથા સંચાલકની કળારુચિની કીર્તિગાથા સંભળાવે છે. ચિત્રકળાની જેમ લેખનકળા ઉપર પણ એમનો પ્રશંસનીય કાબૂ હતો એ એમની વિરલ વિશેષતા હતી.
ભારતના એક કળાવિશારદ ચિત્રકાર તરીકે શ્રી રવિભાઈએ અનેક દેશોની કળાયાત્રા ખેડી હતી અને અનેક વિખ્યાત કલાકારોની પ્રીતિ મેળવી હતી; અને એમ કરીને ભારતીય કળાની શાન વધારી હતી. સરકારે એમને “પદ્મશ્રી' અને ભારતની લલિતકલા અકાદમીનું માનદ સભ્યપદ અર્પણ કરીને એમની આજીવન કળાસાધનાનું બહુમાન કર્યું હતું.
જીવનભર કળાની યાત્રા કરીને, ૮૫ વર્ષની પરિપક્વ ઉંમરે, મહાયાત્રાએ ચાલી નીકળેલા શ્રી રવિશંકરભાઈ રાવળ સાચે જ, ગુજરાતના ગૌરવરૂપ કળાપુરુષ અને કલાગુરુ તરીકે કૃતાર્થ અને અમર બની ગયા.
(તા. ૩૧-૧૨-૧૯૭૭)
(૫) જીવનકળાના ઉપાસક સંગીતકાર શ્રી શાંતિલાલ શાહ
શ્રીયુત શાંતિલાલ બી. શાહે તેઓની સુમધુર અને ઊર્મિસભર ગીતરચનાઓ તથા હૃદયસ્પર્શી અને વશીકરણસમી, રસ રેલાવતી સંગીત નિપુણતાને કારણે જૈન ચતુર્વિધ શ્રીસંઘની ખૂબ ચાહના મેળવીને પોતાના જીવનને તથા પોતાને મળેલી માતા સરસ્વતીની કૃપાપ્રસાદીને કૃતાર્થ બનાવ્યાં છે; આટલું જ શા માટે ? એમણે રાષ્ટ્રભાવના, સમાજસેવાની ભાવના તથા સુધારાની ભાવનાને રેલાવતાં ગીતોની તથા મહાત્મા ગાંધીજી, રાષ્ટ્રસંત વિનોબા ભાવે વગેરે રાષ્ટ્રીય મહાપુરુષોનાં જીવન અને કાર્યોને બિરદાવતાં પ્રશસ્તિગીતોની સ્વયં રચના કરીને ગુજરાતમાં તેમ જ અન્યત્ર વસેલી ગુજરાતીભાષી જનતામાં પણ ઘણી લોકપ્રિયતા મેળવી છે.
આ રીતે એકધારા ચારેક દસકા જેટલા દીર્ઘસમય સુધી વ્યાપક જનસમૂહને પોતાની ગીત-સંગીતની અભુત કળા દ્વારા ભક્તિરસ, કથારસ, રાષ્ટ્રભાવના, સેવાપરાયણતા વગેરેનું રોચક અને પ્રેરક પાન કરાવનાર શ્રી શાંતિભાઈ કળાભક્તિ, આંતરિક શક્તિ અને લોકભક્તિ રૂપ રત્નત્રયીનું વરદાન મેળવનાર ભાગ્યશાળી મહાનુભાવ છે. એમની કળાસિદ્ધિ આગળ આપણું માથું નમી જાય છે.
ભૂતકાળમાં એમનાં ગીતોને એમની જ પાસે ગવરાવીને, આપણા દેશની કેટલીક જાણીતી ગ્રામોફોન-કંપનીઓએ સંખ્યાબંધ ગ્રામોફોન-રેકર્ડી ઉતારી હતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org