SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિલાલ શાહ ૩૮૭ અને એનું વેચાણ ખૂબ બહોળા પ્રમાણમાં થતું રહેતું હતું એ બીના પણ તેમણે મેળવેલી લોકચાહનાની ગવાહી પૂરે છે. અમારા “જૈન” પત્રમાં તથા અન્ય સામયિકોમાં થોડાક વખત પહેલાં પ્રગટ થયેલા સમાચારો ઉપરથી જાણવા મળે છે કે શ્રી શાંતિભાઈના મુંબઈમાં રહેતા કેટલાક મિત્રો અને પ્રશંસકોએ એમના પ્રત્યેના આપણા ઋણથી મુક્ત થવાના મંગળ આશયથી પ્રેરાઈને એમની કદર તથા એમનું બહુમાન કરવાની એક યોજના ઘડી છે. અમે આ યોજનાનું ઉલ્લાસપૂર્વક સ્વાગત કરીએ છીએ. શ્રી શાંતિભાઈનાં કેટલાંક પ્રગટ ગીતોનો સંગ્રહ, સાત-આઠ મહિના પહેલાં, દીવડો” નામે પુસ્તિકા રૂપે પ્રગટ થયો હતો. આ પુસ્તિકાની પ્રસ્તાવના રતિલાલ દિપચંદ દેસાઈએ (પોતે તંત્રી વતી કરેલા લખાણમાં પોતાનો ઉલ્લેખ આ રીતે ત્રીજા પુરુષમાં કર્યો છે. – સં.) “શબ્દો અને સ્વરોના મનમોહક કસબી' એ શીર્ષકથી લખી છે. આ પ્રસ્તાવનામાં શ્રી શાંતિભાઈના ઉન્નત જીવન અને એમની મનમોહક કળાનું સમુચિત શબ્દોમાં પ્રશસ્તિગાન કરીને એમની યશોવલ કારકિર્દીને બિરદાવવાનો અદનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. શ્રી શાંતિભાઈની ગીત-સંગીતકળાની મહત્તા અને એની અસરકારકતાનો ખ્યાલ આપતાં તેમાં કહેવાયું છે : “ગુજરાતના જાણીતા ગીત-સંગીતકાર, મારા મિત્ર ભાઈશ્રી શાંતિલાલ શાહ માતા સરસ્વતીની, આ બંને કળા-સ્વરૂપોની (કાવ્યકળાની અને સંગીતકળાની) બહુમૂલી બક્ષિસ મેળવનાર ભાગ્યશાળી પુરુષ છે. તેઓ જેમ ગીતોની રચના કરી જાણે છે, તેમ પોતાનાં ગીતોને સંગીતના મધુર સૂરો દ્વારા વહેતાં કરવાની કળામાં પણ નિપુણતા ધરાવે છે. એમનાં ગીતો જ્યારે એમના કંઠમાંથી પ્રગટ થતાં, બુલંદ અને મધુર સૂરોની પાંખે ચડીને ચોમેર રેલાવા લાગે છે, ત્યારે શ્રોતાઓનાં અંતર ગગદ બની જાય છે અને એમની આંખો આંસુભીની થઈ જાય છે. શ્રોતાઓ એમની ગીત-સંગીતની કળાને મંત્રમુગ્ધ બનીને એકાગ્રચિત્તે સાંભળ્યા જ કરે છે; એમને સમય ક્યાં વહી જાય છે એનો ખ્યાલ સુધ્ધાં રહેતો નથી. શ્રી શાંતિભાઈ હૃદયસ્પર્શી શબ્દો અને સ્વરોના આવા મનમોહક કસબી છે; શબ્દો અને સ્વરો ઉપરનું એમનું પ્રભુત્વ, સાચે જ, અજબ અને કામણગારું છે........એમાં જેમ પ્રાર્થનાગીતો કે ભક્તિગીતોનો સમાવેશ થાય છે, તેમ નાના કથાપ્રસંગો તેમ જ કંઈક મોટાં કથાગીતો પણ સંગ્રહાયેલાં છે. તેઓ ભક્તિગીતો તથા કથાગીતોની રચનામાં સમાન નિપુણતા ધરાવે છે; અને એમનાં બંને પ્રકારનાં ગીતોને જનતા ઉલ્લાસપૂર્વક સાંભળે છે..” શ્રી શાંતિભાઈની કૃતિઓમાં જોવા મળતી ઉદારતા, સમભાવની દૃષ્ટિ અને માનવતાવાદી વૃત્તિનો ખ્યાલ આપતાં આ પ્રસ્તાવનામાં કહેવામાં આવ્યું છે – “શ્રી શાંતિભાઈની કવિતાનો વિષય અમુક ધર્મ કે સંપ્રદાય પૂરતો મર્યાદિત ન રહેતાં એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy