SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦. અમૃત-સમીપે “વિમાનમાં ઊડીને આજે અહીં, તો કાલે ત્યાં પહોંચી જવાનો જૂનો નિત્યક્રમ, હોટલોમાં રહેવું, નકકી થયેલ કાર્યક્રમોને નિયમિતપણે પહોંચી વળવું, મધરાત વીતી ગયા પછી મોડે-મોડે હોટલમાં પાછા આવવું અને પછી રાતના પ્રાણીની જેમ એક ને એક જાતનું ખાણું લેવું – આ બધાથી હું ધરાઈ ગયો છું. દેશમાં વળી બીજી જાતની મુસીબત વેઠવી પડે છે : અહીં ચાર કે પાંચ કલાકથી ટૂંકો હોય એવો કાર્યક્રમ સાંભળવા કોઈ તૈયાર નથી; તેઓ કલાકારને નીચોવી નાખવા માગે છે ! કલાકારને જરા પણ ઊંઘ લીધા વગર મહિનામાં એક કાર્યક્રમ આખી રાત આપવા પડે તો એના મનની હાલત કેવી થઈ જાય તેનો તો વિચાર કરો ! એટલા માટે હું ધીમે-ધીમે જાહેર કાર્યક્રમો ઘટાડતો જવાનો છું. ઘેર રહીને હું મારી જાત માટે વાદન કરતો રહીશ; જો કોઈ સાચો સંગીતપ્રેમી આવવા ઇચ્છે તો તેને ખુશીથી આવવાની અને સાંભળવાની છૂટ છે. “મેં વૈભવવિલાસની સામગ્રી અને મારી નબળાઈ અંગે વાતો કરી છે. પરંતુ ત્યાગની લાગણી પણ મારામાં છેક બચપણથી જ રમતી રહી છે. ક્યારેક-ક્યારેક હું ઝબકી ઊઠું છું અને વિચાર કરું છું : હું શું કરી રહ્યો છું ? આવું બધું ક્યાં સુધી ચાલતું રહેવાનું છે ? હું શું આપી શક્યો છું અને એના બદલામાં મેં શું મેળવ્યું છે? પૂરેપૂરી કડવાશ અને ધૃણા ! બધી બાબતો અર્થહીન ભાસે છે. મને લાગે છે કે હવે પાછા ફરવું પડે એવા સ્થાને હું પહોંચી ગયો છું. મેં લગભગ બધું જોઈ લીધું છે; હવે બીજું શું બાકી છે ? હવે હું કંઈક કંટાળી ગયો છું. હવે હું મારી જાત માટે કેટલોક સમય આપવા ઇચ્છું છું – વિચાર કરવા, અંતરનું નિરીક્ષણ કરવા, ન્યાય તોળવા અને ચિત્તના પ્રદેશોની સાફસૂફી કરવા. હું ઘણું વધારે વિજ્ઞાન શીખવા ચાહું છું – હજી તો ઘણા બધા વિષયોનો અભ્યાસ કરવો બાકી છે. જો કે હું જાહેર કાર્યક્રમોમાંથી નિવૃત્ત તો થઈશ, પણ રચનાત્મક કાર્યને પૂરેપૂરું તજી દેવાનું મારાથી બની શકશે નહીં. મોટા ભાગના સમય માટે હું બનારસમાં આવેલ મારા “હેમાંગના' નામના કેન્દ્રમાં નિવાસ કરીશ. ત્યાં હું ધ્યાનસાધના કરીશ, વાચન કરીશ અને બે કે ત્રણ આશાસ્પદ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવીશ, તેમ જ ફિલ્મ, ટેલિવિઝન અને રેકર્ડંગ માટે કામ કરીશ.” “મારી ઇચ્છા એક મોટું સંગીતમય નાટક ભજવવાની છે; પણ એ સખત પરિશ્રમ, સમય અને ધનભંડોળની અપેક્ષા રાખે છે. આમાં હું શું કરી શકું તેનો હું વિચાર કરીશ.” વૈભવ-વિલાસ અને સંપત્તિમાં આળોટતા અનેક માલેતુજાર દેશોની વારંવાર મુલાકાત લીધા પછી તથા પોતે પણ સંપત્તિ અને સાહ્યબીનો ઉપભોગ કર્યા પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy