________________
સાધુ ટી. એલ. વાસવાણી
૩૦૫ આતુર છું. તથાપિ જણાવતાં ખેદ અનુભવું છું કે નિર્ધારિત સમારોહમાં હું ભાગ લઈ શકીશ નહિ, તેમ સન્માનપત્ર તથા પારિતોષિકની રકમ સ્વીકારી શકીશ નહિ.
“રૂઢિમાન્ય સાધુ તરીકે મારી પ્રતિજ્ઞાને કારણે મારાં લખાણોમાંથી યા તો પ્રજાની અન્ય જે કોઈ રીતની સેવા કરું તેમાંથી આર્થિક લાભ મેળવવાનું યા સ્વીકારવાનું મારે માટે નિષિદ્ધ છે. એ જ રીતે હર-કોઈ પ્રકારના જાહેર માન યા સ્વીકૃતિથી અંગત રીતે વેગળા રહેવાનું મારે માટે બંધનરૂપ છે. તેથી કૃપા કરીને મારા સંબંધમાં નાણાંખાતાને માનપત્ર વગેરે અંગે ખર્ચ કરવામાંથી મુક્ત રાખશો.
મારા સંબંધે અન્ય જે માહિતી આપે માગી છે તે અંગે આપ તો નિઃસંદેહ એ ભારતીય પ્રણાલીથી વાકેફ હશો, કે કોઈ પણ સાધુને તેની પોતાની આત્મકથાત્મક વિગત પૂરી પાડવાનું જણાવાય નહિ.”
આવી ઉદાત્ત ભાવના ઘૂંટી જાણનાર અને જીવનને ઉન્નત બનાવી જાણનાર સાધુપુરુષ માટે આપણે વિશેષ શું કહી શકીએ? એમની સાધુતા, એમની નિર્મોહવૃત્તિ અને એમની અકિંચન ભાવનાનું અભિવાદન કરીએ.
(તા. ૨-૫-૧૯૭૦)
(૭) અહિંસાપ્રેમી સાધુ ટી. એલ. વાસવાણી
જીવમાત્ર પ્રત્યે કરૂણાથી સભર અને પુષ્પ જેવું મુલાયમ દિલ ધરાવતા સાધુચરિત સંતપુરુષ શ્રી ટી. એલ. વાસવાણી, પૂના ખાતે, દોઢેક મહિના પહેલાં તા. ૧૮-૧-૧૯૭૭ના રોજ, ૮૭ વર્ષની જઇફ ઉમરે સ્વર્ગવાસી બન્યા છે, અને દેશને એક સર્વસેવાવ્રતી, અહિંસાપ્રેમી, અધ્યાત્મસાધક પુરુષની ખોટ પડી છે.
એમનું મૂળ વતન સિંધ. સિંધના હૈદરાબાદ શહેરમાં તા. ૨૫-૧૧૧૮૭૯ના રોજ એમનો જન્મ થયેલો. એમની બુદ્ધિ તેજસ્વી હતી અને હૃદય અંતર્મુખ – આત્મશોધનું અનુરાગી – હતું. વળી, અહંની ઉપાધિને ગાળી નાખ્યા વગર સોહનો આનંદ મેળવી ન શકાય – એ વાત એમના અંતરમાં ઊગતી ઉમરથી જ વસી ગઈ હતી. એટલે વિદ્વત્તાના ઉન્મેષની સાથોસાથ એમનામાં આત્મદર્શનની તાલાવેલી જાગી ઊઠી હતી. આ તાલાવેલીએ એમનામાં જીવમાત્ર પ્રત્યેની કરુણા જન્માવી; અને તેઓ એક પ્રખર અહિંસાપ્રેમી બની ગયા.
સિંધ સૂફી સંતનો પ્રદેશ ગણાય છે. સૂફીવાદમાં પ્રેમને સર્વોચ્ચ સ્થાન છે. વાસવાણીજીના સંસ્કાર-ઘડતરમાં આ વાદે સારો એવો ભાગ ભજવ્યો જણાય છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org