SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી ૪૪૯ મહાવીર જયંતીના પ્રસંગે જે ઇંદોરમાં મળેલ નવયુવક-સંમેલનમાં એમણે જાહેર કર્યું હતું કે જૈનોના ત્રણે ફિરકાઓ વચ્ચે સંગઠન અને સમન્વય કેવી રીતે સ્થપાય એ અંગે એક પુસ્તક લખાવવામાં આવશે, અને એવું પુસ્તક લખનાર શ્રેષ્ઠ લેખકને પાંચસોથી હજાર રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે. આમાં ખરું મહત્ત્વ તો સ્વર્ગસ્થ શ્રેષ્ઠિવર્યની કલ્યાણભાવનાનું જ છે. (તા. ૧૫-૫-૧૯૬૫) (૧૮) ધર્માનુરાગી સખીદિલ અગ્રણી શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી સ્વનામધન્ય શ્રી વાડીલાલભાઈ ચત્રભુજ ગાંધીનો સ્વર્ગવાસ થતાં મુંબઈ શહેરના જાહેર-જીવનમાં તથા સમસ્ત જૈનસંઘના વ્યાપક કાર્યક્ષેત્રમાં એવી મોટી ખોટ પડી છે, જે નાની-મોટી સંખ્યાબંધ જૈન તથા જાહેર સંસ્થાઓને લાંબા સમય સુધી વસમી લાગ્યા કરશે અને જેની પૂર્તિ થવી મુશ્કેલ છે. શ્રી વાડીભાઈની સેવાઓ કેટલી વ્યાપક અને વિવિધલક્ષી હતી, અને એના લીધે કેટલી બધી સંસ્થાઓ નવપલ્લવિત બની હતી, એનો વિચાર કરીએ છીએ, ત્યારે એમના જીવનમાં સહજ રીતે સધાયેલ ઉદારતા, દાનપ્રિયતા અને સેવાપરાયણતાના સર્વમંગલકારી ત્રિવેણી સંગમ સામે આપણું માથું નમી જાય છે. જૈન ધર્મ, સંઘ અને સમાજની છેલ્લા ચાર-પાંચ દાયકા દરમ્યાન થયેલી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓના ઇતિહાસપટ સાથે જે ધર્માનુરાગી અને ભાવનાશીલ તેમ જ શક્તિશાળી વ્યક્તિઓનાં નામ તાણાવાણાની જેમ વણાઈ ગયાં છે એમાં શ્રી વાડીભાઈનું સ્થાન અગ્રસ્થાને શોભે એવું ગૌરવભર્યું હતું. ઉપરાંત એમનું જીવન ધાર્મિક ક્રિયાઓ તથા વિધિવિધાનો પ્રત્યેની આંતરિક અભિરુચિથી પણ ઓતપ્રોત થયેલું હતું. એશ-આરામ અને નવી-નવી અપાર ભૌતિક સામગ્રીના આ યુગમાં, આવી મોટી શ્રીમંતાઈ મળવા છતાં, વ્રત, તપ, નિયમ, પચ્ચકખાણ અને સંયમશીલતા વગેરે રૂપે ધર્મનું આરાધન કરવાની મનોવૃત્તિ પ્રગટવી બહુ મુશ્કેલ કે અતિવિરલ ગણાય. શ્રી વાડીભાઈએ આવી અતિવિરલ ધાર્મિકતાને પોતાના જીવન સાથે વણી લેવાનો પ્રયત્ન કરીને પોતાની કારકિર્દીને વધારે નમણી બનાવી હતી. જીવનની કૃતકૃત્યતાના એક સાચા ઉપાય તરીકે શ્રી વાડીભાઈએ સમજપૂર્વક અપનાવેલી આ ધાર્મિકતા બીજા બે રૂપે ધર્મ, સંઘ અને સમાજને માટે ઉપકારક બની રહી હતી એ વાતની પણ આપણે અહીં નોંધ લેવી ઘટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy