________________
મુનિશ્રી ચતુરલાલજી
૨૦૧
છે. પણ શ્રી ચતુરભાઈએ એ મુશ્કેલ કામને આસાન કરી બતાવ્યું, અને છેવટે છેક ૫૯ વર્ષની વૃદ્ધ ઉંમરે, ‘કાયાની અશક્તિનો કે ત્યાગનો ભાર કેવી રીતે વહન થશે' એનો જરા ય વિચાર કર્યા વગર એમણે મુનિશ્રી ભાયચંદજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. શ્રી ચતુરભાઈ ઘરમાંથી આડેપગે (મરણને શરણ થઈને) નીકળવાને બદલે ઘરનો ત્યાગ કરીને ઊભે પગે નીકળ્યા એ એમની બીજી સાધના.
અને પછી તો એમનો તપ અને વૈરાગ્યનો રંગ ઉત્તરોત્તર વધુ ને વધુ ઘેરો થતો ગયો, અને કાયાની માયા ઓછી થવા લાગી. એમાં ૮૨ વર્ષની વયે મૂત્રાશયના દર્દને માટે ઑપરેશન કરાવવું પડે એવી સ્થિતિ ઊભી થઈ, ત્યારે એમનો વૈરાગી આત્મા વધુ જાગી ઊઠ્યો. એમને થયું : જે કાયા છેવટે તો એક વખત પડવાની જ છે એને ટકાવી રાખવાના મોહમાં છ-કાયાના જીવોની વિરાધના કરવી ? એના બદલે એ કાયાની અંતિમ તપસ્યાના યજ્ઞમાં આહુતિ આપી દીધી હોય તો શું ખોટું? અને એમણે સંલેખાનાનો નિશ્ચય કર્યો. પહેલાં ૧૪ દિવસ ઉપવાસ આદર્યા, ૧૫મે ઉપવાસે અંતિમ સંલેખનાનો સ્વીકાર કર્યો અને કુલ ૪૨ દિવસના અણસણ બાદ તા. ૨૭-૧૦-૧૯૬૧ના રોજ તેઓ પરલોક સિધાવી ગયા. મૃત્યુને તેડું મોકલીને મહોત્સવપૂર્વક મૃત્યુને ભેટનાર મુનિશ્રી ચતુરલાલ અમર બની ગયા !
(તા. ૪-૧૧-૧૯૯૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org