SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ અમૃત-સમીપે તા. ૪-૩-૧૯૪૯ના રોજ મને બનારસથી પં. શ્રી દલસુખભાઈનો પત્ર અને તાર મળ્યો. તેમાં તેમણે જણાવ્યું હતું : “આ હોળીના તહેવારના દિવસોમાં અહીં જૈનાશ્રમમાં પંડિતજીના ફોટાનું ઉદ્ઘાટન કરાવવાનો વિચાર થઈ રહ્યો છે, તો કૃપા કરીને પંડિતજીના એક અગર બે ફોટા લઈ શીઘ મોકલાવો.” છેલ્લાં ૨-૩ વર્ષમાં મને પંડિતજીનો જે રીતનો પરિચય થયો છે, તે ઉપરથી મને લાગ્યું તો ખરું કે આ કામ મુશ્કેલ છે. છતાં તા. પાંચમીના રોજ સવારમાં એમના ફરવા જવાના સમયે હું પંડિતજી પાસે પહોંચ્યો અને ખૂબ સંકોચપૂર્વક મારી વાત કરી. તેમણે તરત જ ના પાડી. પણ મેં થોડીક માથાકૂટ અને કંઈક દલીલબાજી કરી, એટલે તેમણે કચવાતે મને હા પાડી. હું ઘેર આવી ફોટોગ્રાફરની ગોઠવણ કરવામાં પડ્યો, ત્યારે પણ મનમાં તો એવો ડગડગો હતો જ કે આ કામ પાર પડે ત્યારે ખરું. એટલામાં જ પંડિતજી ફરીને પાછા ફરતાં મારે ત્યાં આવી પહોંચ્યા અને છબી લેવા દેવાની એવી સ્પષ્ટ ના પાડી કે અમારી ઘણી સમજાવટ પછી પણ એમાં જરા ય ફેરફાર ન થયો. આ ઉપરથી મેં શ્રી દલસુખભાઈને તારથી ખબર આપ્યા કે પંડિતજી ચોખ્ખી ના પાડે છે; તેમની પવિત્ર મરજીથી વિરુદ્ધ વર્તવાની મારી હિંમત નથી. અને સાથેસાથે મેં તેમને નીચે મુજબ પત્ર લખ્યો : - “આપને આ કાગળ લખતાં હું સુખ અને દુઃખ બંનેનો અનુભવ કરું છું.' દુઃખ એટલા માટે કે મને પણ ગમતું એવું સોંપેલું કામ હું ન કરી શક્યો; અથવા વધારે સાચું એ છે કે અમે – ભાઈશ્રી જયભિખુ, શ્રીયુત શંભુભાઈ અને હું એમ ત્રણે મળીને – પણ એ કામ ન કરી શક્યા. “સુખ એટલા માટે કે આપે સોંપેલ આ કામ નિમિત્તે પૂ. પંડિતજીની કર્તવ્યપરાયણતા અને નિરભિમાની અંતર્મુખ વૃત્તિનું એક વધુ પ્રત્યક્ષ દર્શન કરવાનો અવસર મળ્યો. આજે સવારે ફરવા જતાં છબી પાડવા દેવાની વાત કરી તો મને લાગ્યું કે કચવાતે મને પણ પંડિતજી આ કામ પાર પાડવા દેશે. પણ કલાકેક પછી જ પંડિતજી મારે ઘેર આવી પહોંચ્યા, અને ભાઈશ્રી જયભિખ્ખું, શ્રીયુત શંભુભાઈ અને મેં અનેક રીતે સમજાવવા પ્રયત્ન કર્યા છતાં એવી મક્કમ રીતે એમણે ના પાડી કે અમે તો લાચાર બની ગયા, અને એ તો હસતાં-હસતાં ચાલતા થયા; કેવી ભારે આત્મજાગૃતિ ! પંડિતજી તો કહે છે : “લખી દેજો કે મારી છબી મૂકવામાં જે કંઈ પૈસા ખર્ચ કરવા ધાર્યા હોય, તે ગુજરાતના દુષ્કાળના ફાળામાં કે નિર્વાસિતોની મદદમાં મોકલી આપે...” ” આ અંગે પંડિતજીએ શ્રી દલસુખભાઈ ઉપર જે પત્ર લખ્યો હતો તેમાં તેમણે લખ્યું હતું : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy