________________
મનિ જિનવિજયજી
આજે રતિભાઈને મેં સર્વથા ફોટો લેવરાવવાની ના પાડી છે; જોકે તેમની પૂરી તૈયારી હતી. તમે કંઈ પણ યોજના વિચારી હોય તેને ધક્કો લાગે તો યે ખોટું નથી. કોઈ વ્યક્તિ એ માટે જેટલો ખર્ચ કરતા તે દુષ્કાળમાં જરૂર કરે. સામાજિક ફંડમાંથી તો આવો ખર્ચ કરીએ તો દંભ જ ગણાય. વળી ફોટાથી કશો જ હેતુ નથી સરતો. જે કરવાનું છે તે બીજું છે. સાધારણ કે ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓમાં જેટલે અંશે વિદ્યાતેજ ઊતરશે તેટલે અંશે આશ્રમ સ્થાપ્યાનો ઉદ્દેશ સધાયો ગણાશે.”
આ લખાણ પૂરું કરતાં પહેલાં આવો જ બીજો નાનોસરખો પ્રસંગ અહીં નોંધવો ઉચિત લાગે છે, જેમાં પંડિતજીની આત્મ-પ્રશંસાથી બચવાની જાગૃતિ બરાબર જોવા મળે છે.
ગત મહાવીર-જયંતીનો ઉત્સવ વડોદરા મુકામે ત્રણ ફિરકાઓએ સાથે મળીને પૂજ્ય વિદ્વદર્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના અધ્યક્ષપદે ઊજવ્યો, તેમાં પંડિતજી મુખ્ય વક્તા હતા. સભાની શરૂઆતમાં પ્રાસંગિક નિવેદન કરતાં પ્રો. નરસિંહદાસ દોશીએ પંડિતજી સંબંધી પરિચય આપવાની શરૂઆત કરી કે તરત જ પંડિતજીએ ઊભા થઈને તેમને તેમ કરતાં અટકાવ્યા અને પોતાના ભાષણ દરમ્યાન તેમણે કહ્યું કે, “મારે પ્રો. દોશીને રોકવા પડ્યા તે માટે મને તેઓ માફ કરે. પણ આજે તો મહાવીરની જયંતી છે, મારી નહીં. એમાં મારી પ્રશંસા શા માટે હોય ? મારી સામે જ મારી પ્રશસ્તિ ગવાય એ ઉચિત નથી” વગેરે.
(તા. ૨૪-૪-૧૯૪૯)
(૩) કર્મયોગ અને જ્ઞાનયોગના સાધક વિધાપુરુષ
મુનિશ્રી જિનવિજયજી
ભારતીય વિદ્યાની અનેક શાખાઓ અને જૈન વિદ્યાની લગભગ બધી શાખાઓના દેશ-વિદેશમાં વિદ્યુત વિદ્વાન, પુરાતત્ત્વાચાર્ય મુનિશ્રી જિનવિજયજીએ, સત્યના શોધક તરીકે કેટકેટલાં ક્ષેત્રો અને કેટકેટલા પ્રદેશો ખેડ્યાં હતાં એની વિગતો, ખરેખર, હેરત પમાડે અને એમના જીવન અને કાર્ય પ્રત્યે વિશેષ આદર જગાવે એવી છે.
ભારતીય વિદ્યાના ઇતિહાસ, પુરાતત્ત્વ, શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકળા, જુદીજુદી પ્રાચીન-અર્વાચીન અનેક ભાષાઓ, પ્રાચીન લિપિશાસ્ત્ર, સાંસ્કૃતિક વારસો વગરે વિષયોના તેઓ નિષ્ણાત અને અધિકૃત વિદ્વાન હતા. એ જ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org