________________
સાધ્વીશ્રી નિર્મળાશ્રીજી
૨૭૩
“સાધ્વીજી દેખાવમાં નિરાડંબરી, સીધાંસાદાં હોવા છતાં એમની સાથે વાત કરીએ ત્યારે ઇતિહાસ, તત્ત્વજ્ઞાન અને એક રીતે સમાજશાસ્ત્રસંબંધી એમની જાણકારીનો ખજાનો આપણને દેખાઈ આવે છે. એમની ગુજરાતી ભાષા શુદ્ધ છે. સંસ્કૃત તેઓ સ્પષ્ટ અને નિશ્ચિત અર્થવાળું બોલે છે. વાતચીત દરમ્યાન જૈન ગ્રંથોનાં છૂટાછવાયાં ઉદ્ધરણો સમજાવતાં તેઓ અર્ધમાગધી પ્રાકૃત ભાષાનો પ્રવાહબદ્ધ રીતે ઉપયોગ કરે છે. સંસ્કૃત લઈને બનારસ હિંદુ યુનિવર્સિટીની એમ.એ.ની ડિગ્રી મેળવનાર નિર્મળાશ્રીજીએ હિંદીનો પણ ઊંચામાં ઊંચો ડિપ્લોમા મેળવેલ છે, અને તેઓ હૃદયસ્પર્શી શબ્દોનો ઉપયોગ કરીને મધુર હિંદી બોલે છે.”
આ પછી સાધ્વીજી દ્વારા ચલાવાતા શિબિરોની કાર્યવાહીનું રોચક અને પ્રશંસાત્મક વર્ણન કરીને સાધ્વીજી પ્રત્યેની લોકોની ભક્તિનો ખ્યાલ આપતાં લખે છે :
“એ વિદ્યાર્થિનીઓ સાથેની વાતચીત ઉ૫૨થી એક વાત સ્પષ્ટરૂપે સમજી શકાય છે કે આ સાધ્વીજી પાસે અત્યાર સુધીમાં અભ્યાસ કરી ગઈ છે એવી સેંકડો કન્યાઓના અંતરમાં સાધ્વીજીએ ભક્તિ અને પ્રશંસાની લાગણી જન્માવી છે. ઘણી કન્યાઓ, શિબિરનું કામ પૂરું થઈ ગયા પછી પણ, સાંત્વન મેળવવા, સલાહ લેવા કે પ્રોત્સાહન પ્રાપ્ત કરવા એમની પાસે આવતી રહે છે.”
‘ટાઇમ્સનાં આ પ્રતિનિધિ-બહેને કન્યાઓની નિર્મળાશ્રીજીની પ્રત્યેની આવી આદર અને ભક્તિની લાગણી અંગે ઉપર જે કહ્યું છે, તે બિલકુલ સાચું છે. જેમના અંતરમાં એક આદર્શ ને ઉપકારક શિક્ષિકાને છાજે એવી માતાની મમતાનો વાત્સલ્ય-ઝરો વહેતો હોય એના પ્રત્યે એમના પરિચયમાં આવનાર સહુ કોઈને આવી લાગણી થઈ આવે એ સ્વાભાવિક છે. અંતમાં એમની કલ્યાણભાવનાનો ખ્યાલ આપતાં શ્રીમતી પાટીલ કહે છે : “નિર્મળાશ્રીજીની સમાજકલ્યાણની અને ઊછરતી પેઢીમાં નવસંસ્કારો રેડવાની પ્રવૃત્તિ જોઈને એક સવાલ થઈ આવે છે : બીજાઓના માટે તેઓ જે ચિંતા સેવે છે તેનો, એમની પરંપરા જે સંપૂર્ણ ત્યાગની હિમાયત કરે છે, એની સાથે તેઓ કેવી રીતે મેળ બેસાડે છે? આનો સાદો-સરળ જવાબ આપતાં નિર્મળાશ્રીજી કહે છે : ‘જરૂરિયાતવાળી વ્યક્તિ સહાયતાનો જે પોકાર પાડતી હોય એનાથી સાધુ પણ અસરમુક્ત ન રહી શકે. અમારી ધર્મપરંપરાના સભ્યો (સાધુ-સાધ્વીઓ) બીજાઓને મદદ કરી શકાય એવી કોઈ વસ્તુ કે સંપત્તિ ધરાવતા હોતા નથી. બીજાઓનાં દુઃખ દૂર કરવાનો અમારે માટે એક જ માર્ગ છે ઃ સહાનુભૂતિનો અને સમજણનો. મારા મત પ્રમાણે, ત્યાગના સિદ્ધાંતનો અમલ એટલા પ્રમાણમાં હોવો જોઈએ કે અમે અમારી પરંપરાની ધાર્મિક શિસ્ત સાથે કોઈ જાતની બાંધછોડ ન કરીએ અને ઇન્દ્રિયજન્ય સુખભોગ તરફ ન ખેંચાઈ જઈએ. બાકી તો, જે રીતે અમે દુઃખી માનવજાતની વચ્ચે રહીએ છીએ, એ રીતે રહેવા છતાં, જ્યાં હિંમત
:
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International