SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ T શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ અફસોસ કરીએ એટલો થોડો છે ! પોતાના સાચા, નિઃસ્વાર્થ અને લાગણીભર્યા સરસ્વતી-સેવકો પ્રત્યે આવી ઉપેક્ષા સેવીને કયો ધર્મ કે કયો સમાજ પ્રગતિ કરી શકે ? પણ હવે મોડે-મોડે પણ, એમનું તૈલચિત્ર ખુલ્લું મૂકવા જેટલી સામાન્ય કદરદાની કરીને એમના ઉપકારનું સ્મરણ કરવાની વૃત્તિ આપણી કૉન્ફરન્સને જાગી એ પણ આનંદની વાત છે; અને આવો સ્તુત્ય નિર્ણય લેવા બદલ કૉન્ફરન્સના મોવડીઓને અભિનંદન ઘટે છે. - શ્રી મોહનભાઈને ધંધો ભલે વકીલાતનો કરવો પડ્યો હોય, પણ એમનો જીવનરસ તો સાહિત્યસેવા જ હતો. સાહિત્યસેવા જ જાણે એમનું આજીવન વ્રત હોય એમ, રાત-દિવસ, ઊંઘ કે આરામ, ભૂખ કે તરસ અને તંગી કે તવંગરીને ભૂલીને તેઓ સતત એ રસમાં જ મગ્ન રહેતા. નમૂનેદાર તંદુરસ્તી, સદા ય ખિલખિલાટ હાસ્યની છોળો ઉછાળતું હૈયું અને દેશ, સમાજ, કે વ્યક્તિમાંથી કોઈનું ને કોઈનું ભલું કરવામાં તન, મન અને ધનનો ઉપયોગ કરી છૂટવાની પરોપકારી દિલાવરી એ શ્રી મોહનભાઈની નોંધપાત્ર વિશેષતાઓ હતી. મુસીબતો કે મૂંઝવણો પણ એમના હાસ્યને કદી છીનવી ન શક. અને એમના આશાના મિનારાઓ તો એવા મજબૂત હતા કે નિરાશા એમની નજીક ટૂંકી પણ ન શકતી. જૈન સાહિત્યના ઇતિહાસની રચના કરીને તેમ જ જેને ગુર્જર કવિઓને લગતાં હજારો પૃષ્ઠોથી ભરેલા ગ્રંથો બનાવીને શ્રી મોહનભાઈ સદાને માટે અમૃતત્વનું પાન કરી ગયા છે. આવા પુરુષને માટે જરૂર કહી શકાય કે નાસ્તિ ચેવા ચરવા ગરીમરમાં મચા (જેમની યશરૂપી કાયામાં જરા કે મરણથી પેદા થનારો ભય નથી હોતો) વળી આપણે ત્યાં આવા પ્રકારનું સાહિત્ય રચવામાં શ્રી મોહનભાઈને તો સાચોસાચ અગ્રપુરુષ જ લેખી શકાય. બે-ત્રણ દાયકા પહેલાં જ્યારે જ્ઞાનભંડારોની પ્રતો સુલભ ન હતી અને અત્યારના જેટલી અન્ય સામગ્રી પણ ઉપલબ્ધ ન હતી, તે કાળે, હસ્તલિખિત પુસ્તકો વાંચવા કે તેની નકલો કરવાથી લઈને તેને સુધારવા અને તેનાં પ્રફો વાંચવા સુધીનું બધું જ કામ સાવ એકલે હાથે કરીને શ્રી મોહનભાઈએ જે વિપુલ સાહિત્યનું સર્જન કર્યું – અને તે પણ કોઈ પણ જાતના આર્થિક સ્વાર્થને બદલે ઊલટું પદરના (ગાંઠના) પૈસા ખરચીને કર્યું તે એમની અનન્ય સરસ્વતી-ઉપાસનાનું અને ઉત્કટ નિષ્ઠાનું સૂચક છે. અંતરમાં અર્પણની અદમ્ય તાલાવેલી લાગી હોય તો જ આવી ઉપાસના અને આવી નિષ્ઠા શક્ય બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy