________________
અમૃત સમીપે આ પ્રસંગે એક વાતનું સૂચન કરવા જેવું અમને લાગે છે. શ્રી મોહનભાઈએ છૂટાછવાયા લખેલા લેખો જો ગ્રંથસ્થ થવા બાકી હોય તો એને સત્વર ગ્રંથસ્થ કરી લેવા જોઈએ. આવા લેખોના મૂલ્યાંકનનો સમય આવી પહોંચ્યો છે. એવા લેખોનો સંગ્રહ શ્રી મોહનભાઈની કીર્તિના શિખર ઉપર એક વધુ સુવર્ણકળશનું આરોપણ કરશે.
(તા. ૨૮-૭-૧૯૫૯)
(૨૧) આજીવન વિધાસાધક પ્રો. હીરાલાલભાઈ કાપડિયા
અમે ઇચ્છતા હતા, કે વિદ્યાસાધનાને જ પોતાના જીવનના એક પવિત્ર ધ્યેય તરીકે સ્વીકારનાર, માતા સરસ્વતીની સેવા કરતાં-કરતાં, એની કૃપાપ્રસાદીરૂપે જે કંઈ કમાણી થાય એથી સંતોષ માનીને શાંતિથી જીવનવ્યવહાર ચલાવી લેનાર અને આ રીતે છ-છ દાયકા જેટલા સુદીર્ઘ સમયપટ ઉપર પોતાના વિદ્યાકાર્યનો વિસ્તાર કરીને પોતાના જીવન અને જ્ઞાનને કૃતાર્થ કરી જાણનાર આપણા આ સારસ્વતના જીવન અને કાર્યની વધુમાં વધુ વિગતો આ સ્થાને રજૂ કરીને એમને મન ભરીને અંજલિ આપીએ. પણ આ નોંધ લખવામાં વધારે વિલંબ કરવો ઉચિત નહીં એમ સમજીને આ નોંધ લખી સંતોષ માનીએ છીએ.
સરસ્વતી માતાના આજીવન ઉપાસક અને ધર્મશ્રદ્ધાથી પોતાના જીવનને વિશેષ સુરભિત કરી જાણનાર પ્રો. હીરાલાલભાઈ કાપડિયા, તા. ૨૩-૩૧૯૭૯ના રોજ મુંબઈમાં તેઓના નિવાસસ્થાને, ૮૫ વર્ષની પરિપકવ વયે અને નિવૃત્તિના સાચા અધિકારી બનીને, તેમ જ છેલ્લા સમય સુધી વિદ્યાની વાતો અને ચિંતા કરતાં કરતાં, આપણાથી સદાને માટે વિદાય થયા.
દિલની સચ્ચાઈ, પ્રામાણિકતા અને ત્યાગ-બલિદાનની ભાવનાથી કામ કરનાર વ્યક્તિઓની અછત, જેમ-જેમ સમય વીતતો જાય છે તેમ-તેમ, વધતી જતી હોય એમ જ લાગે છે.
શ્રી હીરાલાલભાઈનું વતન સુરત શહેર. એમના પિતાશ્રીનું નામ શ્રી રસિકદાસ વરજદાસ કાપડિયા, માતુશ્રીનું નામ ચંદાગૌરી, એમની જ્ઞાતિ દશાશ્રીમાળી વાણિયા. એમના કુટુંબની મૂળ ધર્મશ્રદ્ધા, ઘણું કરી, વૈષ્ણવધર્મ ઉપર. એમનો જન્મ સને તા. ૨૮-૭-૧૮૯૪માં થયેલો. સને ૧૯૧૩ની સાલમાં, ૧૯ વર્ષની ઉંમરે, તેઓનાં લગ્ન સુરતનાં શ્રીમતી ઇન્દિરાબહેન સાથે થયાં હતાં.
માધ્યમિક શાળા સુધીનું શિક્ષણ એમણે પોતાના વતન સુરતમાં લીધું હતું. તે પછી કૉલેજના શિક્ષણ માટે તેઓ મુંબઈ ગયા હતા, અને ત્યાંની સુપ્રસિદ્ધ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરીને એમણે બી.એ.ની ડિગ્રી મેળવી હતી. એમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org