SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત-સમીપે શ્રી ચીમનભાઈના જીવન વિશેની વિગતો બહુ ઓછી સાંપડે છે. તેઓ મૂળ અમદાવાદના વતની; સને ૧૮૮૧માં એમનો જન્મ થયેલો. સને ૧૯૦૮માં તેઓ સંસ્કૃત લઈને અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી બી.એ. થયેલા, અને ત્યારપછી બે વર્ષે સંસ્કૃત વ્યાકરણ જેવો શુષ્ક અને અતિકઠિન વિષય લઈને તેઓએ એમ. એ.ની ડિગ્રી મેળવી હતી. ઉપરાંત તે કાળે, આજથી પચાસેક વર્ષ પહેલાં, એમણે પુસ્તકાલય-પદ્ધતિનો પણ અભ્યાસ કર્યો હતો. એ યોગ્યતા જ એમને વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરીના અધ્યક્ષપદે દોરી ગઈ; અને એ સ્થાને રહીને જ એક દાયકા કરતાં ય ઘણા ઓછા સમયમાં, અજ૨-અમર કામ કરી ગયા ! ૩૮ વર્ષની નાની વયે, ઘણે ભાગે આખા દેશમાં પ્રસરી ગયેલ ઇન્ફલ્યુએંઝાના વ્યાધિથી આ આજીવન સારસ્વત સ્મૃતિશેષ બન્યા ! તેઓ જન્મે જૈન હતા, પણ વિદ્યાના ક્ષેત્રમાં એમણે કદી એ મર્યાદાને પોતાને સ્પર્શવા સુધ્ધાં દીધી ન હતી. તેઓ નિર્ભેળ અને યથાર્થ સરસ્વતી-ઉપાસક તરીકે જીવ્યા અને એ રીતે જ ધન્ય બની ગયા. આટલી એમના જીવનની વિગતો. પણ જેમના જીવનની એક-એક પળ ઉજ્જ્વળ અને નિષ્ઠાપૂર્ણ વિદ્યાસેવાથી સુરભિત બની હોય એમના જીવનની સ્થૂળ વિગતો વધારે મળે તો ય શું અને ન મળે તો ય શું ? to આવા એક ઉપકારી પુરુષનું તૈલચિત્ર તા. ૨૩-૧૧-૧૯૬૨ના રોજ પ્રાચ્યવિદ્યા-મંદિરમાં પધરાવવામાં આવ્યું એ એક આપણા હાથે ઋષિ-ઋણમુક્તિનું નાનુંસરખું ઉચિત સત્કાર્ય થયું ભલે એમના અવસાન બાદ ૪૪ વર્ષ પછી ! આમ કરીને આપણે આપણા અત્યારના વિદ્વાનો અને વિદ્યાર્થીઓને માટે એક પ્રેરક સ્મારક ઊભું કર્યું છે. (૨૦) ભેખધારી અપૂર્વ જૈન સાહિત્યોદ્ધારક શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ (તા. ૧૫-૧૨-૧૯૬૨) સદ્ગત સાક્ષર શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈનું, એમની હયાતીમાં જ બહુમાન કરવામાં આપણે જેમ ખૂબ-ખૂબ મોડા પડ્યા હતા અને ફારસીના મહાન કવિ ફિરદોસીનો કરુણ જીવનપ્રસંગ (જ્યારે શહેરમાં કવિની કદરદાની રૂપે તેમને ત્યાં સોનામહોરોની કોથળી લઈ જતા હતા ત્યારે કવિના શબનો જનાજો સામેથી આવતો હતો) યાદ આવે એવું બની ગયું હતું, તેમ એમના અવસાન બાદ પણ બાર-બાર વર્ષ લગી આપણા આ ઉપકારી સાક્ષર-પુરુષને આપણે વીસરી જ ગયા હતા. આપણી આ ઉપેક્ષાવૃત્તિ, આ બેકદરદાની અથવા આ કૃતઘ્નતા માટે જેટલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy