SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજયપ્રતાપસૂરિજી ૨૦૩ વગેરે સ્થાનોમાં સાધુ-સાધ્વીઓના સમુદાય સમક્ષ શાસ્ત્રગ્રંથોની વાચના આપવા દ્વારા અને બીજું નાના-મોટા સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી ભાષાના આશરે સિત્તેર જેટલા ગ્રંથોનાં સર્જન, વિવેચન, ભાષાંતર કે સંપાદન દ્વારા. એમની આસપાસ વિદ્યાના આદાન-પ્રદાનનું વાતાવરણ જ પ્રસરી જતું. પોતાના સમુદાયના સાધુઓ હંમેશા શાસ્ત્રાભ્યાસમાં નિમગ્ન રહે એનું તેઓ પૂરું ધ્યાન રાખતા; સાથે-સાથે બીજા કોઈ પણ સમુદાયના સાધુ-સાધ્વીઓ કે ધર્મજિજ્ઞાસુઓ એમની પાસે આવતાં તો એમને ઉદારતાથી અને કર્તવ્યબુદ્ધિથી ઉલ્લાસપૂર્વક જ્ઞાનનું દાન કરતા. તેઓની સિત્તેર જેટલી કૃતિઓમાંની પાંચેક કૃતિઓ હજી પણ અમુદ્રિત છે; તે હવે વિના વિલંબે પ્રગટ થાય એવી ગોઠવણ થવી ઘટે છે. છેલ્લે-છેલ્લે તેઓ ભક્તામરસ્તોત્રના ૪૪ શ્લોકોમાંના એક-એક શ્લોક ઉપર તે શ્લોકનો ભાવ સમજાવે એવા સ્વતંત્ર સ્તવનની રચના કરતા હતા. પણ એ કાર્ય ૩૪ શ્લોકો સુધી આગળ વધીને અટકી ગયું. (તા. ૧૦-૬-૧૯૭૮) (૨૫) અભ્યભાષી, અંતર્મુખ, અપ્રમત્ત આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરિજી જેઓ કીર્તિ અને કામભોગથી અલિપ્ત રહેવાની જાગૃતિ દાખવી શકે, તેઓ ધર્મના નવનીતરૂપ સાધના અને નિજાનંદની દિવ્ય મોજ માણવાની સાથે-સાથે, બીજાઓને મૂંગા-મૂંગા આત્મકલ્યાણનો ધર્મમાર્ગ ચીંધી શકે. થોડાક દિવસ પહેલાં જ કાળધર્મ પામેલ આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરિજીની શ્રમણધર્મની દીર્ઘકાલીન સાધના, આ કથનની પ્રતીતિ કરાવે એવી ઉત્તમ અને દૃષ્યતરૂપ હતી. સંયમના નિર્મળ પાલન માટે એમણે કેળવેલી મનોવૃત્તિ અને કરેલી પ્રવૃત્તિનો વિચાર કરતાં, લાગે છે કે સંયમ-ત્યાગ-વૈરાગ્યની લાંબી ઉપાસના પછી પણ મોહદૃષ્ટિ, આસક્તિ અને અહંભાવ-મમભાવ ઉપર કાબૂ મેળવવાનું જે કાર્ય દુષ્કર લેખાય છે, તેમાં સફળતા એમને આપમેળે જ મળતી હતી. સાચે જ, તેઓ આત્મભાવ અને પરમાત્મતત્ત્વના ચિંતન-મનન-આસેવનના પ્રકાશમાં વિષયલોલુપતાની અસારતા અને અનિષ્ટકારકતાને બરાબર સમજી શક્યા હતા. અત્યારે વિદ્યમાન આપણા આચાર્ય-મહારાજોમાં વિજયપ્રતાપસૂરિજી ઉંમર, દિક્ષાપર્યાય અને આચાર્યપદનો પર્યાય – એ ત્રણે દૃષ્ટિએ વૃદ્ધ હતા. કાળધર્મ વખતે ૮૭-૮૮ વર્ષ જેટલી પરિપક્વ એમની ઉંમર હતી, ૭૧ વર્ષ જેટલા સુદીર્ઘ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy