________________
શ્રી મોહનલાલ ગિરધરલાલ ભોજક
એમનો આત્મા એક ધર્મપુરુષનો આત્મા હતો. ધર્માનુરાગ અને આત્મસાધનાની તમન્ના એમના રોમ-રોમમાં ધબકતી હતી. તેથી જ તો સને ૧૯૪૧માં, જ્યારે શરીર કામ કરવાની ક્ષમતા ધરાવતું હતું અને વધુ અર્થોપાર્જન કરવાનો પણ સારો એવો અવસર હતો ત્યારે, એમણે નોકરીમાંથી નિવૃત્ત થઈને તેમ જ જાહેર સંસ્થાઓમાંથી પણ મુક્ત બનીને પોતાનું શેષ જીવન ધર્મસાધનાના સર્વમંગલકારી માર્ગે વાળવાનો નિશ્ચય કર્યો. આ નિશ્ચયનો યથાર્થ રીતે અમલ કરવામાં મુંબઈ જેવું શહેર એમને અનુકૂળ ન લાગ્યું એટલે એમણે ગુજરાતના એકાંત ખૂણામાં આવેલું અગાસનું શ્રીમદ્રાજચંદ્ર-આશ્રમ જેવું શાંત સ્થાન પસંદ કર્યું, અને ત્યાં પોતાના ઘણાં વર્ષ આત્મચિંતન અને ધર્મતત્ત્વચિંતનમાં ચરિતાર્થ કર્યો.
શ્રી ઉમેદચંદભાઈ ચાલુ સાંપ્રદાયિક જનપ્રવાહથી મુક્ત બનીને શ્રીમદ્ રાજચંદ્ર જેવા જીવનસાધક સંત-મહાપુરુષનાં જીવન અને કવનનું મૂલ્ય આંકી શક્યા, એ એમની ગુણગ્રાહક, સત્યગામી ધર્મદષ્ટિનું જ પરિણામ લેખી શકાય. આ રીતે એમણે શ્રીમદ્ ઉપર શ્રદ્ધા કેળવીને પોતાના જીવનને ધર્મભાવનાથી વિશેષ સુરક્ષિત બનાવ્યું હતું.
શ્રી ઉમેદચંદભાઈએ જેમ પોતાના જીવનને ધર્મમય બનાવવા અવિરત પ્રયત્ન કર્યો હતો, તેમ આપણી ઊછરતી પેઢીમાં ધાર્મિક જ્ઞાન અને આચારોના સંસ્કારોનું બીજારોપણ થાય એ માટે પણ તેઓ યથાશક્ય પ્રયત્ન કરતા રહેતા હતા. ધાર્મિક શિક્ષણના પ્રોત્સાહક અને ધાર્મિક પરીક્ષક તરીકે આપણે એમને સુદીર્ઘ સમય સુધી, આભારની લાગણી સાથે સંભારતા રહીશું.
આવા એક સંતપ્રકૃતિના મહાનુભાવે સમભાવ અને સ્વસ્થતાપૂર્વક સમાધિમરણ પામવાની પોતાની ધર્મભાવનાને તા. ૧૧-૨-૧૯૬૭ના રોજ, ૮૩ વર્ષની પાકટ વયે ચરિતાર્થ કરી.
(તા. ૨૬-૨-૧૯૬૬)
(૯) નખશિખ ધર્મમૂર્તિ મોહનકાકા (શ્રી મોહનલાલ ગિરધરલાલ ભોજક)
ભોજક કે નાયક જ્ઞાતિમાં પણ જિનેશ્વરના ધર્મનો કેવો સાચો અને પાકો રંગ લાગ્યો હતો એની પ્રેરક વાત અમારા મોહનકાકાનું ધર્મમય જીવન સંભળાવી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org