________________
શ્રી મેનાબહેન
૩૧૯
દુઃખિયાનું દુઃખ જોઈને દ્રવવા લાગે અને એ દુઃખના નિવારણ માટે યથાશક્તિ કંઈક પણ ઉદ્યમ કરીને જ સંતોષ પામે એવી સંવેદનશીલ અને કર્તવ્યપરાયણ એમની પ્રકૃતિ હતી. જનસેવા એ જ એમનો આનંદ હતો.
તેઓનું મૂળ વતન સૌરાષ્ટ્રમાં માંગરોળ; પણ એમના પિતાશ્રી હેમચંદભાઈ દાયકાઓ પહેલાં વ્યવસાયને માટે મુંબઈમાં આવીને વસેલા. એમના દાદા શ્રી અમરચંદભાઈ કાપડિયા ભારે પ્રતાપી, સમજણા અને સુધારક પુરુષ હતા. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિશ્વરજીની સમાજ-કલ્યાણની ભાવનાને ઝીલીને જૈન સમાજની સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના માટે મુંબઈના જે મહાનુભાવોએ અવિરત પુરુષાર્થ કર્યો હતો એમાંના શ્રી અમરચંદભાઈ એક હતા. કન્યાકેળવણીના તેઓ મોટા હિમાયતી હતા. આવા એક પ્રગતિવાંછુ કુટુંબમાં, સને ૧૮૯૯માં મેનાબહેનનો જન્મ થયો હતો. પોતાના દાદાની હૂંફમાં ઉત્તમ સંસ્કાર અને શિક્ષણ મેળવવાનો તેમને સુઅવસર મળ્યો હતો. મૅટ્રિકની પરીક્ષા તો તેઓ પોતાના પિતાશ્રીની માંદગીને કારણે આપી શક્યાં ન હતાં, છતાં વિદ્યાપ્રીતિનાં બીજ તેઓમાં દઢપણે રોપાયાં હતાં. સાથે-સાથે કામ કરવાની હોંશ અને કોઈ પણ કામને સારી રીતે પૂરું કરવાની હૈયાઉકલત પણ એમનામાં હતી.
તે સમયના રિવાજ પ્રમાણે, મેનાબહેનનાં લગ્ન નાની ઉંમરે જ, શ્રી નરોત્તમદાસ જગજીવનદાસ શેઠ સાથે થયા હતા. પણ એમનું ભાગ્યવિધાન કંઈક જુદું જ હતું. લગ્ન પછી સાત જ વર્ષે શ્રી નરોત્તમદાસ શેઠનો સ્વર્ગવાસ થયો. મેનાબહેનના જીવનમાં સૂનકાર વ્યાપી ગયો. દુઃખ તો માથે આભ તૂટી પડ્યા જેવું કારમું હતું, અને સ્વસ્થતા ન હોય તો જીવન વેરવિખેર બની જાય એવો પ્રસંગ હતો. પણ આવા કસોટીના વખતે અંદરનું ખમીર, કુટુંબના સંસ્કાર અને ધર્મભાવના ભારે આધારરૂપ બની ગયાં. વૈધવ્યની અસહ્ય વેદનાને અંત૨માં વલોવીને દીન-દુઃખી બહેનો માટે કરુણાનું નવનીત તૈયાર કરવાનો શાંત પુરુષાર્થ મેનાબહેને શરૂ કર્યો; અને તેઓ કેટલીયે અસહાય અને સંકટગ્રસ્ત બહેનોનાં ધર્મમાતા અને ધર્મભગિની બની ગયાં. કવિ શ્રી કલાપીની “છે વૈધવ્યે વધુ વિમળતા, બહેન ! સૌભાગ્યથી કાંઈ ?” એ પંક્તિનું સત્ય શ્રી મેનાબહેનના તપસ્વી જીવનમાં જોવા મળે છે.
લોકકલ્યાણની પ્રવૃતિને પણ કંઈક વાહન જોઈએ. અસહ્ય અને દુઃખી બહેનોને અને બાળકોને સન્માનપૂર્વક વ્યવસ્થિત રીતે સહાય આપી શકાય એ માટે મેનાબહેને ‘જૈન મહિલા સમાજ’ મા૨ફત સેવાઓ આપવાનું શરૂ કર્યું. સેવા-પ્રવૃત્તિ પાછળ કોઈ પરોપકારની અહંભાવી લાગણી નહીં, પણ આત્મસંતોષ મેળવવાની નમ્રતા જ રહેલી હતી. નિઃસ્વાર્થપણું, ધ્યેયનિષ્ઠા, જાહેરજીવનની જવાબદારીનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org