________________
૭૨૦
અમૃત-સમીપે
ભાન, ખંત અને ચોકસાઈ તેઓની નાની કે મોટી બધી સેવાપ્રવૃત્તિની સફળતાની ચાવી હતી.
‘જૈન-મહિલા-સમાજ' મારફત ચાર દાયકા સુધી સેવા કરી તેઓએ પોતાની મર્યાદિત મૂડીમાંથી થોડા વખત પહેલાં પચીસ હજાર રૂપિયા જેવી મોટી ૨કમ આ સંસ્થાને આદર્શ બાલમંદિર માટે આપી હતી. આ બાલમંદિર સાથે તેઓના પતિનું નામ જોડવામાં આવ્યું છે.
તેઓ ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ' સાથે પણ જીવનભર સંકળાયેલાં હતાં. એ ઉપરથી પણ જાણી શકાય છે કે તેઓને નવા વિચારો અને સુધારક પ્રવૃત્તિ તરફ કેવો અનુરાગ હતો.
સુધારક પ્રવૃત્તિ તરફ આવો અનુરાગ સાચવી રાખવાની સાથે-સાથે તેઓએ ધર્મક્રિયાઓ પ્રત્યેની રુચિને પોતાના જીવનમાં જે રીતે ટકાવી રાખી હતી તે ખરેખર નવાઈ ઉપજાવે એવી હતી. દેવદર્શન, સામાયિક, પ્રતિક્રમણ, રાત્રિભોજન નો અને અભક્ષ્યનો ત્યાગ વગેરે ધર્મનિયમોનું તેઓ ખૂબ ચીવટ અને ઉલ્લાસ સાથે પાલન કરતાં. ધર્મરુચિ, સમાજસેવાની ધગશ અને રાષ્ટ્રભાવનાના ત્રિવેણીસંગમના તીરે શ્રી મેનાબહેનનું જીવન ધન્ય બન્યું હતું. તેથી જ ઓછા-બોલાપણું, સતત કાર્યશીલતા, સમતા, શાણપણ, ધીરજ, વાત્સલ્ય, કરુણાવૃત્તિ જેવી ગુણસંપત્તિ એમના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈને એકરસ બની ગઈ. મેનાબહેનના જીવનઘડતરમાં મહાત્મા ગાંધીજીના જીવન અને કાર્યનો ફાળો પણ બહુ મોટો હતો.
વળી, તેમની વિદ્યાચિ શાસ્ત્રીય તેમ જ સામાજિક બાબતોનું જ્ઞાન મેળવવાની ઉત્કટ તમન્ના પણ એમના જીવનને વધારે ઉન્નત બનાવે એવી હતી. વિદ્વાન હોવાની કશી જ છાપ ઊભી કર્યા સિવાય તેઓ પોતાના આનંદ ખાતર મૂકપણે અને શાંત ચિત્તે, જે કંઈ વિદ્યાસાધના કરતાં રહેતા હતાં એનું સુપરિણામ જૈન મહિલા સમાજ'ના માસિક મુખપત્ર ‘વિકાસ'ના સ્વચ્છ-સુઘડ સંપાદનરૂપે તેમ જ ‘પ્રબુદ્ધજીવન'માં છપાયેલ સંખ્યાબંધ અંગ્રેજી કે હિન્દી લેખોના સુગમ અને સરસ અનુવાદ રૂપે આપણી સામે મોજૂદ છે.
--
Jain Education International
-
આવાં અનેકગુણસંપન્ન, સત્યશીલ અને સેવાવ્રતધારી ભગની તા. ૨૧૭-૧૯૭૧ના રોજ, પોતાની આજીવન સાધનાને વધારે ગૌરવશાળી બનાવીને, સ્વસ્થતા અને શાંતિપૂર્વક સ્વર્ગવાસી બન્યાં. ૭૨ વર્ષ જેટલું લાંબું જીવન ધર્મ અને સેવાને માર્ગે વિતાવીને મેનાબહેન કૃતકૃત્ય બની ગયાં.
(તા. ૧૮-૮-૧૯૭૧)
For Private & Personal Use Only
www.jainelibrary.org