________________
શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા મર' ન કહેવું એ તેમનો સ્વભાવ હતો. ત્રીજું, અવિરત પરિશ્રમ લેવાની તાકાત એ જ તેમના જીવનની સફળતાની મોટામાં મોટી ચાવી હતી...”
શ્રી મોતીચંદભાઈએ યોગીરાજ શ્રી આનંદઘનજીની કૃતિઓનું ખૂબ ઊંડું અધ્યયન કર્યું હતું, અને એના પરિણામે એના ઉપર ખૂબ વિસ્તૃત વિવેચન પણ લખ્યું હતું. આમાંથી પચાસ પદોનું વિવેચન તો એમની હયાતી દરમિયાન જ પ્રગટ થયું હતું, અને બાકીનું ૫૧થી ૧૦૮ સુધીનું ૫૮ પદોનું વિવેચન તેઓના સ્વર્ગવાસ બાદ (સને ૧૯૬૪માં) પ્રકાશિત થયું હતું અને એનું સંપાદન આ લેખકે કર્યું હતું. આ ગ્રંથમાં શ્રી મોતીચંદભાઈની જે ગુણપ્રશસ્તિ કરી હતી, એમાં કહ્યું હતું :
શ્રી મોતીચંદભાઈ જેમ ગિરિવર-સમા ઘીર હતા એમ સાગરસમા ગંભીર હતા. મુસીબતોના ઝંઝાવાત એમને ચલાયમાન ન કરી શકતા, નિંદા-પ્રશંસાના તરંગો એમની ગંભીરતાને ન સ્પર્શી શકતા. તેઓ નિર્મળ બુદ્ધિથી વિચારતા, સ્વસ્થ ચિત્તે યોજના કરતા અને એકાગ્રતાપૂર્વક કામે લાગી જતા. એમની અનેકવિધ કાર્યસિદ્ધિની આ જ ચાવી હતી. લોકકલ્યાણ એ આત્મકલ્યાણનો રાજમાર્ગ છે. ન રહે ન્યાતું શિવત્ કુર્તિ તોત! કચ્છતિ (વિશ્વનું કલ્યાણ કરનારનું પોતાનું કલ્યાણ તો આપમેળે જ થઈ જાય છે.) શ્રી મોતીચંદભાઈ આવા જ એક કલ્યાણવાંછુ મહાનુભાવ હતા.....
“પ્રાણી ગમે તે ક્રિયા કરે પણ એના શ્વાસ તો ચાલતા રહે છે; શ્વાસ એ જ જીવંતપણાનો પુરાવો બની રહે છે. ધાર્મિકતા એ શ્રી મોતીચંદભાઈના જીવનનો શ્વાસ હતી, અને એમની વ્યાવહારિક કે પારમાર્થિક એકેએક પ્રવૃત્તિમાં હમેશાં વિશાળ ધાર્મિકતાનો પ્રાણ ધબકતો રહેતો.
શ્રી મોતીચંદભાઈની ધાર્મિકતાને રૂઢિચુસ્તપણાએ જન્માવેલી સંકુચિતતાના સીમાડા ક્યારેય મંજૂર ન હતા. અલબત્ત, તેઓ ક્રાંતિવીર ન હતા; પણ એમને પ્રગતિરોધક અને પ્રગતિકારક બળોને પારખતાં વાર ન લાગતી, અને પ્રગતિકારક બળોને આવકારવા તેઓ સદા તૈયાર રહેતા...
જેવું એમનું હૃદય વિશાળ હતું, એટલો જ એમનો રોટલો પહોળો હતો. પરિચિત-અપરિચિત સૌ કોઈ એમને આંગણે સમાન આદર પામતા. અને કોઈ પણ બાબતમાં સાચી અને નિખાલસ સલાહ આપવી, એ તો શ્રી મોતીચંદભાઈનું જ કામ..
મુંબઈમાં સોલિસિટરનો ધંધો શરૂ કર્યો, ત્યારે વિદ્યારસ તો ખૂબ જામ્યો જ હતો; સાથે-સાથે સમાજસેવા અને દેશસેવાની ભાવનાએ એમનામાં જાહેરજીવનનો રસ વહેતો કર્યો... શ્રી મોતીચંદભાઈએ પોતાના જીવનમાં ધંધો અને સેવા એ બંનેની સમતુલા જાળવી જાણી હતી; એટલું જ નહીં, છેવટે સેવાના પલ્લાને વધારે નમતું બનાવીને પોતાના જીવનને વધારે કૃતાર્થ બનાવ્યું હતું....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org