SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ અમૃત-ચમીપે “શ્રી મોતીચંદભાઈએ ધંધાના ક્ષેત્રે, સેવાના ક્ષેત્રે અને વિદ્યોપાસનાના ક્ષેત્રે મોટાં અને યાદગાર કહી શકાય એવાં કાર્યો કર્યા છે; છતાં તેઓ એમાં અનાસક્ત અને નિરભિમાન રહેતા. પોતાની કાર્યશક્તિનો તેઓ જેટલો ખ્યાલ રાખતા તેથી ય વિશેષ તેઓ પોતાની મર્યાદાનો ખ્યાલ રાખતા...” તેઓનો જન્મ ધર્મ અને વિદ્યાની સંસ્કારભૂમિ ભાવનગર શહેરમાં (દાદા) શેઠ આણંદજી પરસોતમના સંસ્કારી, નામાંકિત અને રાજ્યમાન્ય તથા પ્રજામાન્ય કટુંબમાં, આજથી એકસો વર્ષ પહેલાં (૧૮૭૯માં) થયો હતો. એમના માતાનું નામ સમરતબહેન. જૈનસંઘના જાણીતા શાની ધર્મપુરુષ શ્રી કુંવરજીભાઈ એમના કાકા થાય. શ્રી મોતીચંદભાઈમાં જ્ઞાનોપાસના અને ધર્મપ્રીતિના સંસ્કારોનું સિંચન કરવામાં શ્રી કુંવરજીભાઈનો ફાળો ઘણો મોટો હતો. બી.એ. સુધીનો અભ્યાસ એમણે ભાવનગરમાં કર્યો હતો અને કાયદાશાસ્ત્રનું શિક્ષણ તેઓએ મુંબઈમાં લીધું હતું.પછી મુંબઈમાં જ એમણે કાયદાશાસ્ત્રી તરીકેનો વ્યવસાય શરૂ કર્યો હતો. (તા. ૨૧-૭-૧૯૭૯) શ્રી મોતીચંદભાઈની સાહિત્યસેવાની વિશિષ્ટતાને કારણે “શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક' તેઓને આપવામાં આવ્યો હતો. તા. ૨૦-૩-૧૯૪૯ને રોજ સર મણિલાલ બાલાભાઈ નાણાવટીના અધ્યક્ષપદે તેમની સેવાની કદરરૂપે સન્માન કરાયેલું ને રૂપિયા સિત્તેર હજારની થેલી અર્પણ થયેલી. આ સમારંભમાં શિખર ઉપર સોનેરી કળશ ચડ્યા જેવી ઘટના તો એ હતી કે પોતાને અર્પણ કરવામાં આવેલ સિત્તેર હજાર રૂપિયામાં પોતાના તરફથી બીજા પાંચ હજાર રૂપિયા ઉમેરીને પંચોતેર હજાર રૂપિયાની આખી રકમ જૈન સાહિત્યના ગુજરાતી ગ્રંથો પ્રકાશિત કરવા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને શ્રી મોતીચંદભાઈએ અર્પણ કરી દીધી હતી. જાહેર સન્માનનાં નાણાંનો ઉપયોગ જાહેર લાભાર્થે જ થવો જોઈએ એ પૂ. મહાત્મા ગાંધીજીએ પાડેલ પ્રથાનું આ પ્રસંગે બરાબર પાલન કરીને શ્રી મોતીચંદભાઈએ સેવાના આદર્શની ઉચ્યતા જાળવી રાખી એ માટે તેમને વિશેષ અભિનંદન આપવા ઘટે છે. (તા. ૨૭-૩-૧૯૪૯) આ નોંધ પૂરી કરતાં પહેલાં આ સ્થાને એક સૂચન કરવાનું અમને જરૂરી લાગે છે, અને તે એ કે શ્રી મોતીચંદભાઈની જન્મશતાબ્દી જેવા પ્રસંગ નિમિત્તે, એમનું એક માહિતીપૂર્ણ અને સચિત્ર જીવનચરિત્ર તૈયાર કરાવીને પ્રગટ કરવામાં આવે. (તા. ૨૧-૭-૧૯૭૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy