SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત-સમીપે “શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તેઓ માત્ર મંત્રી જ નહોતા, પણ એક પ્રાણપૂરક આત્મા હતા. એ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ તેમ વ્યવસ્થાનું વહીવટી કાર્ય ઉત્તરોત્તર વધારે ને વધારે જટિલ થતું ગયું. બીજી બાજુ આ સંસ્થાના ચાલુ સંચાલન માટે દ્રવ્યની અપેક્ષાને કોઈ છેડો જ નહોતો. ...શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ તેમની ૩૪ વર્ષની અખંડ તપસ્યાનું એક મૂર્તિમંત ચિરંજીવી સ્મારક છે... ૭ર “સમયના પરિવર્તન સાથે તેમના વિચારો અને વલણમાં પણ ઉત્તરોત્તર પરિવર્તન થયે જ જતું હતું. અને એક વખત, આટલી બધી અંગ્રેજી કેળવણી છતાં, અપ્રતિમ શ્રદ્ધાળુ જૈન તરીકેની જેમણે ખ્યાતિ અને પ્રતિષ્ઠા મેળવેલી, તેમની ધર્મશ્રદ્ધા તો જીવનના અંત સુધી એટલી જ જળવાઈ રહેવા છતાં, અનેક સામાજિક તેમ જ ધાર્મિક પ્રશ્નો પરત્વે તેમનાં બદલાતાં જતાં વલણોને અંગે સ્થિતિચુસ્ત વર્ગની યાદીમાંથી તેમનું નામ લગભગ રદ થવા પામ્યું હતું. આમ વિચારક્ષેત્રમાં વ્યાપક અવલોકન અને અનુભવના અન્વયે ચાલુ પરિવર્તન થતું રહેવા છતાં સામાજિક કાર્યોમાં તેમનાં વલણ અને કાર્યપદ્ધતિ હંમેશાં સમાધાનનાં રહેતાં. તેઓ વિચાર કરતાં કાર્યને વધારે મહત્ત્વ આપતા... બાંધછોડ કરવી અને સમાધાન સાધતા રહેવું, જૂના વર્ગને સંભાળવો અને નવા વર્ગ સાથે સંપર્ક ચાલુ રાખવો આ તેમની કાર્યનીતિ હતી...... “જેવો ઉજ્જ્વળ તેમનો કર્મયોગ હતો તેવો જ ઉજ્જ્વળ તેમનો જ્ઞાનયોગ હતો. તેમનું વાચનક્ષેત્ર અતિ વિશાળ હતું, અને તેમાં પણ જૈન સાહિત્ય તેમના ઊંડા અવગાહનનો વિષય હતો. સાહિત્યવાચનનો, બને તેટલાં સામયિક-પત્રો જોતાં રહેવાનો તેમને નાનપણથી ખૂબ શોખ હતો. સાથે-સાથે લેખનપ્રવૃત્તિ તરફ તેઓ વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારથી વળેલા...... “તેમના લેખનસાહિત્યનો સમગ્રપણે વિચાર કરતાં માલૂમ પડે છે કે તેઓ આમ-જનતાના માનવી હતા, અને તેમની આંખ સામે પણ ઓછું ભણેલી અને કમ-સમજણવાળી ભદ્ર જનતા હતી. તેમને ધર્મમાર્ગે, અધ્યાત્મના પંથે, વૈરાગ્યના રસ્તે વાળવા તેમના દિલમાં ઊંડી તમન્ના હતી. પરિણામે એકની એક વાત ફરી-ફરીને કહેતાં, એક જ તત્ત્વને ભિન્ન-ભિન્ન સ્વરૂપમાં રજૂ કરતાં તેઓ કદી થાકતા નહોતા... “તેમના ગુણોનો વિચાર કરીએ છીએ તો સૌથી મોટો ગુણ તેમનો અપ્રતિમ આશાવાદ આપણી આંખ સામે તરી આવે છે... તેમનો બીજો એક વિશિષ્ટ ગુણ તેમની પ્રકૃતિને વરેલું ઉમદા પ્રકારનું સૌહાર્દ હતું. મરતાને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy