________________
૧૮૩
મહાપ્રશ યુવાચાર્યજી ઉપરથી પણ જાણી શકાય છે. આમ તેઓએ જૈન તત્ત્વજ્ઞાન અને આચારની જીવનમાં સમાનરૂપે પ્રતિષ્ઠા કરીને પોતાની શ્રમણધર્મની સાધનાને ચરિતાર્થ અને ઉન્નત બનાવી છે.
સત્યની ખોજ અને આત્મખોજ માટે પરોક્ષ જ્ઞાનથી આગળ વધીને પ્રત્યક્ષ જ્ઞાન માટેની તેમની ઝંખના કેવી ઉત્કટ હતી એ વાત એમને “મહાપ્રજ્ઞ'નું બિરુદ આપવામાં આવ્યું તે પ્રસંગના એમના આ વક્તવ્ય ઉપરથી પણ જાણી શકાય છેઃ “મારા મનનું એક સ્વપ્ન હતું – ઘણું જૂનું સ્વપ્ન. મેં આચાર્યપ્રવરને એક વિનંતિ કરી હતી – ઘણા વખત પહેલાં – કે અત્યારે હું સંઘની સેવાઓમાં પરોવાયેલો છું; જ્યારે મારી ઉંમર પિસ્તાલીશ વર્ષની થાય, ત્યારે મને આ બધી જવાબદારીમાંથી મુક્ત કરી દેવામાં આવે. હું ફક્ત પ્રજ્ઞાની સાધના કરવા ઇચ્છું છું, સાક્ષાત્કાર માટે સમર્પિત થવા ઇચ્છું છું. આપણે બધા પરોક્ષજ્ઞાની રહીએ અને એ વાતનું જ રટણ કર્યા કરીએ કે શાસ્ત્રોમાં આવું લખ્યું છે અને તેવું લખ્યું છે – એવું થાય એમ હું નથી ચાહતો. આજે આ વાતની ઉપેક્ષા થઈ રહી છે. એ માટે આપણે પોતે જાગૃત થઈએ અને એમ કહી શકીએ એવી સ્થિતિ ઊભી કરીએ કે, “મેં આ વાતનો જાત-અનુભવ કર્યો છે અને મારા અનુભવના આધારે હું આ વાત કહી રહ્યો છું.' કેવળ પરોક્ષની દુહાઈઓ આપવામાં ન આવે, શાસ્ત્રનું રટણ ન થતું રહે, પણ જાતે અનુભવ કરીએ અને જેઓએ જાત-અનુભવ કર્યો હોય એમની સાથે સાક્ષાત્ સંપર્ક સાધીએ.”
આ વક્તવ્યમાં જણાવ્યા મુજબ મુનિશ્રી સંઘને સંભાળવાની જવાબદારીમાંથી મુક્ત તો નથી થઈ શક્યા, પણ એમનું આ કથન તેઓ શાસ્ત્રયોગથી આગળ વધીને સામર્થ્યયોગને સિદ્ધ કરવા માટે લાંબા સમયથી કેટલા બધા ઉત્સુક હતા એ વાતની સાક્ષી પૂરે છે. અંતર્મુખ વ્યક્તિ જ, કીર્તિની કામનાથી અલિપ્ત રહીને, આવી ઉત્સુકતા સેવી શકે. સાથે-સાથે એમ પણ લાગે છે, કે તેઓ પોતાનો બધો સમય અને બધી શક્તિ ભલે પ્રત્યક્ષ જ્ઞાન એટલે જાત-અનુભવ મેળવવામાં ન વાપરી શક્યા હોય, છતાં એ દિશામાં એમણે નોંધપાત્ર પ્રગતિ સાધી હોવી જોઈએ.
તેમનાં પુસ્તકો અને લખાણો વધુ ને વધુ લોકપ્રિય થતાં જાય છે એમાં એમની સુગમ અને સરસ ભાષા, મધુર અને સરળ શૈલી તેમ જ નિરૂપણની વિશદતાનો ફાળો મહત્ત્વનો છે જ; પણ એના કરતાં ય વધારે મહત્ત્વનો ફાળો એમાં જે જાતઅનુભવ, મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ અને સ્વતંત્ર ચિંતન મોટા પ્રમાણમાં વિસ્તરેલાં છે એનો છે. આવા પ્રકાશપુંજને લીધે જ્ઞાન અને ક્રિયાને લગતી અથવા બીજા વિષય સંબંધી પ્રાચીન અને દુર્ગમ શાસ્ત્રીય વાતો પણ જિજ્ઞાસુના અંતરને સહજપણે જ વશ કરી લે છે. વર્તમાનમાં જૈન સાહિત્યમાં આવાં ઉત્તમ અને આકર્ષક પુસ્તકોનું સર્જન
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org