________________
અમૃત-સમીપે
પોતાના શાસ્ત્રીય અધ્યયનનો પ્રારંભ એમણે જૈનધર્મ અને જૈન સિદ્ધાંતથી કરેલ હોવા છતાં ધીમેધીમે પોતાનું અધ્યયન વધારીને તેઓએ એમ. એ.ની ડિગ્રી મેળવી હતી; અને આટલું પણ જાણે ઓછું હોય એમ, ‘સિદ્ધિવિનિશ્ચય' જેવા એક કઠિન પ્રાચીન જૈન દાર્શનિક ગ્રંથનું સંપાદન કરીને એમણે બનારસ હિંદુ યુનિવર્સિટીની પીએચ.ડી.ની ડિગ્રી હજી ગયા નવેમ્બર માસમાં જ મેળવી હતી. આ ગ્રંથની માત્ર પ્રસ્તાવના જોવાથી શ્રી મહેન્દ્રકુમારજીના જ્ઞાનની વિશાળતા અને ઊંડાણનો ખ્યાલ આવી શકે એમ છે.
Se
સંસ્કૃતના ઊંડા અધ્યયન-અધ્યાપન માટે સુપ્રસિદ્ધ થયેલ બનારસની સવાસો વર્ષ જૂની સંસ્થા ક્વીન્સ કૉલેજ(સરકારી સંસ્કૃત કૉલેજ)ને આપણી સરકારે ગયા વર્ષે સંસ્કૃત વિશ્વવિદ્યાલય તરીકેનો દરજ્જો આપ્યો. એમાં જૈન-દર્શનશાસ્ત્રનો અભ્યાસક્રમ તો પહેલેથી જ હતો. પણ આ સંસ્થાને વિશ્વવિદ્યાલયનો દરજ્જો મળે ત્યારે એમાં જૈનદર્શનના પણ એક પ્રોફેસર હોવા જોઈએ એ માટે પં. શ્રી મહેન્દ્રકુમારજીએ ભારે જહેમત ઉઠાવી હતી, અને એમાં એમને સફળતા પણ મળી હતી; અને એ સ્થાને એમની જ નિમણૂક પણ થઈ ગઈ હતી. એ કામગીરી સંભાળી લેવાની તેઓ તજવીજમાં જ હતા. અને આ સ્થાને રહીને તેઓ વધારે મુક્ત મને અને બિનસાંપ્રદાયિક દૃષ્ટિએ પોતાની વિદ્યાનું ખેડાણ કરી શકે એવી પૂરી શક્યતા હતી.
એટલામાં તા. ૨૦-૫-૧૯૫૯ ને રોજ માત્ર ૪૭ વર્ષની ઉંમરે, આપબળે આગળ વધીને આવી સિદ્ધિ પ્રાપ્ત કરનાર એક વિદ્વાનનું માત્ર એક અઠવાડિયાની પક્ષાઘાત(લકવા)ની બીમારીથી એકાએક અત્યંત દુઃખદ અવસાન થયું !
(તા. ૭-૬-૧૯૫૯)
(૭) પ્રખર પુરુષાર્થી ધર્મદ્રષ્ટા શ્રી વીરચંદ રાઘવજી ગાંધી
જે મહાનુભાવોએ, પોતાની વિરલ સેવાઓ દ્વારા વિક્ર્મની વીસમી સદીમાં આપણને ઋણી બનાવ્યા છે તેઓમાં શ્રી વીરચંદભાઈનું નામ પહેલી હરોળમાં મૂકી શકાય એવું છે.
શ્રી વીરચંદભાઈએ સમાજસેવા કરી હતી, જ્ઞાનપ્રસાર માટે પ્રયત્નો આદર્યા હતા, દેશભક્તિ દાખવી હતી, વિદ્યાની ઉપાસના કરી હતી અને સૌથી આગળ વધીને જૈનશાસનની પરદેશોમાં પ્રભાવના કરવામાં જાણે પોતાની કાયાને ઘસી નાખી હતી. જેમ-જેમ એમની સેવાઓનો ખ્યાલ મેળવવા પ્રયત્ન કરીએ છીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org