SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭. પંડિત શ્રી જગજીવનદાસભાઈ સૌરાષ્ટ્રમાં પાલીતાણા પાસે નાનું સરખું જેસર ગામ એમનું વતન. વિક્રમ સંવત્ ૧૯૫૧ના કારતક સુદિ બીજ(ભાઈબીજ)ના દિવસે એમનો જન્મ. કુટુંબની સ્થિતિ સામાન્ય. ભાગ્યની સાથે ઝૂઝીને અને મહેનત કરીને રોજી રળવાનું એમનું સરજત. જેસરમાં રહીને જ ગુજરાતી છ ચોપડીનો અભ્યાસ પૂરો કર્યો. બુદ્ધિ હતી, ખંત હતી અને મહેનત કરવાની વૃત્તિ પણ હતી; પણ ભૂમિતિની સાથે કંઈક એવું અલેણું નીકળ્યું કે મહેનત કરવા છતાં એ વિષય આવડે જ નહીં. પરિણામે એમણે શાળાને રામરામ કર્યા અને અનાજ અને પરચૂરણ સાધન-સામગ્રીની દુકાનમાં પિતાજીને અને ઘરકામ ઉકેલવામાં માતુશ્રીને મદદ કરવા માંડ્યા : સેવા તરફની પ્રીતિના આ રીતે એમના જીવનમાં શ્રીગણેશ મંડાયા. જગજીવનદાસનો સ્વભાવ તોફાની અને સાહસી પણ ખરા; ઘોડે ચડવાનો ખાસ શોખ (પં. સુખલાલજીની યાદ આવે ! – સં.). એક વાર ઘોડાએ સાથળ ઉપર જોરથી પાટુ મારેલી, તેના લીધે ડાબા સાથળમાં ઢોકળું એવું જામી ગયું કે છેક સુધી રહ્યું ! ગમે તેની સાથે અડપલું કરતાં કે વખત આવ્યે કોઈની સાથે બાકરી બાંધતાં એ ખમચાય નહીં. છતાં એમનું સરજત અનાજ કે પરચૂરણ વસ્તુઓના વેપારી બનવાને બદલે વિદ્યોપાસક અને વિદ્યાદાતા બનવાનું હતું ! બે જ વર્ષ બાદ વિ. સં. ૧૯૬૫માં વળાનિવાસી શાંતમૂર્તિ, સાધુચરિત અને અનેકોના ઉપકારક શ્રી હર્ષચંદ્ર ભુરાભાઈનો એમને મેળાપ થઈ ગયો. શ્રી હર્ષચંદ્રભાઈ સદ્ગત શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ બનારસમાં સ્થાપેલ શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળાના મેનેજર હતા. (પાછળથી તેઓ દીક્ષા લઈને મુનિ શ્રી જયંતવિજયજી બન્યા હતા.) બનારસની આ પાઠશાળાની વાત ઘરના ખપેડા બાંધતાં-બાંધતાં હાથસણીવાળા શ્રી જાદવજી ડુંગરશીએ જગજીવનદાસને કરેલી. ત્યારથી એમના મનમાં આવી મજૂરીમાં જીવન વિતાવવા કરતાં વિદ્યોપાસના કરવાની ભાવનાનાં બીજ રોપાયેલાં. એમાં શ્રી હર્ષચંદ્રભાઈએ જગજીવનનું હીર પારખીને એ બીજા પર સિંચન કર્યું; સંવત ૧૯૦૫માં જગજીવનદાસ માતા સરસ્વતીની ઉપાસના કરવા બનારસ પહોંચ્યા. - પાંચ વર્ષ બનારસમાં અભ્યાસ કરીને એમણે “વ્યાકરણ-તીર્થની પરીક્ષા પસાર કરી અને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો (સં. ૧૯૯૯). ઉપરાંત કલકત્તાની ન્યાયમધ્યમા (સં. ૧૯૭૦માં), બનારસ વિપરિષદની વ્યાકરણ-પ્રથમા, સાહિત્ય (કાવ્ય)-મધ્યમા પરીક્ષા પસાર કરી, અને મુંબઈમાં જૈન એજ્યુકેશન બોર્ડની પરીક્ષા પસાર કરીને ત્રીસ રૂપિયાનું પારિતોષિક મેળવ્યું. સંવત્ ૧૯૭૯માં તત્ત્વચિંતક પંન્યાસ શ્રી ગંભીરવિજયજી દાદાને મળવાનું થયું. એમણે કાશીમાં ભણતા જગજીવનની વિદ્યાશક્તિનું પારખુ કરવા એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy