________________
૩૨૩
અમૃત-સમીપે હતાં – અને તે પણ કોઈ પણ જાતના આડંબર કે સંભાષણ વગર ! એમનું જીવન જ એવું પવિત્ર અને આદર્શ હતું કે એમનું મૌન કે એમના તોળી-તોળીને બોલેલા થોડાક શબ્દો અંતરમાં વસી જતા, હૃદય ઉપર કામણ કરી જતા અને જીવનને સંસ્કારી બનવાની પ્રેરણા આપતા. ગુજ્જુ મૌને ચાહ્ય Mિ: સંછિન્નસંશય: (સાચા ગુરુનું મૌન, એ જ તેમનું પ્રવચન હોય અને શિષ્યોના સંશય છેદાઈ જાય !) – એ વાત પંડિતજીના જીવનમાં યથાર્થ બનતી જોવા મળતી.
છેલ્લાં કેટલાંક વરસોથી પંડિતજીનું શરીર ઘસાતું જતું હતું – એમાં વધતી જતી ઉંમર કારણરૂપ હતી તેથી ય વિશેષ, વિદ્યાનું બને તેટલું વધુ વિતરણ કરવાની તેમની તાલાવેલી અને મહેનત કારણરૂપ હતી. એમની પાસે મૅટ્રિકથી નીચેના ધોરણના વિદ્યાર્થીઓથી માંડીને એમ.એ. કે પીએચ. ડી.ની તૈયારી કરતા અભ્યાસાર્થીઓ તો આવતા રહેતા જ. ઉપરાંત, ક્યારેક-ક્યારેક કૉલેજના અધ્યાપકો પણ એમની પાસે વિના સંકોચે આવતા. જિજ્ઞાસુઓની જિજ્ઞાસા સંતોષતી વખતે પંડિતજી પોતાની અશક્તિ કે મુશ્કેલીને વીસરી જતા અને નર્યા આનંદરસમાં તરબોળ બની જતા ! તેમને વિદ્યાનો કોઈ પણ ખપી મળ્યો કે જાણે ગોળનું ગાડું મળ્યું કે આવો ઉત્કટ હતો પંડિતજીનો વિદ્યા અને વિદ્યાદાનનો રસ !
પણ મને ગમે તેટલું મક્કમ કે ઉત્સાહી હોય, શરીર વધતી ઉંમર અને અશક્તિથી સદા ય અસ્કૃષ્ટ રહી શકતું નથી; એને તો સમયના ઘસારાને અને છેવટે કાળના તેડાને માન આપવું જ પડે છે. તો પંડિતજી પણ શુભ પ્રયાણ માટે સજ્જ થઈને જ બેઠા હતા ! અને એ દિવસ પણ આવી પહોંચ્યો; પંડિતજી પ્રશાંતભાવે, સ્વસ્થ ચિત્તે, સમાધિપૂર્વક વિદાય થયા ! એમની જીવનભરની સાધના તે દિવસે ચરિતાર્થ થઈ; એમની સમાદિમનની વર્ષો જૂની પ્રભુપ્રાર્થના તે દિવસે સફળ થઈ. પંડિતજી પંડિતમૃત્યુના અધિકારી બનીને અમર બની ગયા !
પણ મારા જેવા અનેકોને માટે એમની એ વિદાય ભારે વસમી બની ગઈ. અંતરમાં એક પ્રકારનો સૂનકાર વ્યાપી ગયેલો દેખાય છે. મારે મન તેઓ તીર્થસ્વરૂપ હતા. આ ઉંમરે પણ એમનાં ચરણોમાં શિર ઝુકાવવું કે એમની ચરણરજ મસ્તકે ચડાવવી એ મારે મન જીવનનો એક અપૂર્વ લહાવો હતો. એમના પવિત્ર સાંનિધ્યમાં હૃદયનાં દ્વાર આપમેળે જ ઊઘડી જતાં. મનની કંઈકંઈ વાતો, વિમાસણો અને મૂંઝવણો રજૂ કરવાનું તેઓ વિસામા સ્થાન હતા. અમારા હાથે કંઈ નાનું-મોટું સારું કામ થયું હોય – એકાદ લેખ પણ એમને સારો લાગ્યો હોય – તો એ માટે શાબાશી આપતાં અને સંતોષ વ્યક્ત કરતાં તેઓ જે નિર્વાજ વાત્સલ્ય વરસાવતા તેથી તો એમ જ લાગતું કે આપણે આપણા પિતાની છત્રછાયામાં બેઠા છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org