________________
પંડિત શ્રી નાથુરામજી પ્રેમી
૮૯ માટે પાસે રેલભાડાના પૈસા ન હતા; એટલે પૈસા ઉછીના લઈને તેઓ મુંબઈ પહોંચ્યા. નાથુરામને ધર્મશાસ્ત્રોનું અને બીજું અધ્યયન કરવાનો થોડોક અવસર મળ્યાનો સંતોષ થયો; જાણે ભાવતું ભોજન મળી ગયું.
નવી નોકરીમાં ઑફિસનું કામ સંભાળવા ઉપરાંત સભાના મુખપત્ર “જૈનમિત્ર'નું તેમ જ તીર્થક્ષેત્ર-કમિટીનું કામ પણ એમને સંભાળવું પડતું, અને એમાં રોજ ૬-૭ કલાક તન્મયતાપૂર્વક કામ કરવું પડતું. પ્રેમીજીનો સ્વભાવ જ એવો કે કોઈ પણ કામમાં જરાસરખી પણ બેદરકારી કે અપ્રામાણિકતા ન ચાલે; જે જવાબદારી માથે લીધી હોય તે પૂરી કરવામાં સંપૂર્ણ મનોયોગ અને પુરુષાર્થ લગાવી દે. કામમાં જરા ય ખામી રહે તો એમને કાંટાની જેમ ખૂંચ્યા વગર ન જ રહે; એ દૂર થાય ત્યારે જ એમને સંતોષ થાય.
આ બધું કામ કરવાની સાથોસાથ તેઓ, ભૂખ્યો માણસ ભોજનમાં લાગી જાય એમ, શાસ્ત્રના તેમ જ બીજા અધ્યયનમાં લાગી ગયા. એમણે ધર્મશાસ્ત્રનું ઊંડું અધ્યયન કરવા માંડ્યું, તેમ જ સંસ્કૃત, ગુજરાતી, મરાઠી અને બંગાળી ભાષા અને સાહિત્યનું જ્ઞાન મેળવવા માંડ્યું. મૂળે એમની જિજ્ઞાસા તીવ્ર હતી, એમાં આ ઊંડા અભ્યાસને કારણે વિશેષ તીવ્રતા આવવા લાગી, અને પોતાની જિજ્ઞાસાને સંતોષવા તેઓ નવું-નવું વાચન-મનન-ચિંતન કરવા લાગ્યા.
આ રીતે શાસ્ત્રના ઊંડા અધ્યયને નાથુરામજીને પંડિત અને ઉપદેશક બનાવ્યા, અને વિવિધ ભાષા-સાહિત્યના અવગાહને એમને વિદ્વાન અને સુલેખક બનાવ્યા. આવા વિવિધ વિષયના તલસ્પર્શી અધ્યયનને કારણે શ્રી પ્રેમીજીમાં ઐતિહાસિક, તુલનાત્મક, બિનસાંપ્રદાયિક અને સત્યશોધક દૃષ્ટિનો ઉન્મેષ થવા લાગ્યો ; એને લઈને પ્રેમીજી આદર્શ જ્ઞાની કે સાચા વિદ્વાન બની ગયા, અને સાંપ્રદાયિક કટ્ટરતાનું એમનામાં નામનિશાન પણ રહેવા ન પામ્યું.
પણ પ્રાંતિક સભાની નોકરી ઝાઝો વખત તેઓ ચાલુ રાખી ન શક્યા. પ્રેમીજીની પ્રકૃતિ જેટલી પ્રામાણિક અને પુરુષાર્થપરાયણ હતી, એટલી જ સ્વમાની હતી. ખોટો દાબ કે ખોટું દોષારોપણ એમનાથી જરા ય બરદાસ્ત થઈ શકતાં નહીં; આ સ્વમાનશીલ સ્વભાવે જ એમને સ્વતંત્ર થવા પ્રેર્યા.
પ્રાંતિક સભાના પ્રમુખ હતા શેઠ માણિક્યચંદ્રજી. એમના પ્રીતિપાત્ર બનેલા એક નોકરને નાથુરામજીની ઈર્ષ્યા થવા લાગી. એટલે એક વખત એણે નાથુરામજી વિરુદ્ધ ફરિયાદ કરી કે નાથુરામજી તો સંસ્થાનાં નાણાંનો પોતાના કામમાં ઉપયોગ કરે છે. શેઠને પણ આ વાતે ભ્રમમાં નાખી દીધા. એમણે સભાના મંત્રીને આની તપાસ કરવા કહ્યું. નાથુરામજી પાસેની તિજોરીની ચાવી લઈને સૌની સમક્ષ તિજોરી ઉઘાડવામાં આવી. પૈસા ગણ્યા તો ચોપડા પ્રમાણે હોવા જોઈએ એ કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org