________________
અમૃત-સમીપે
નાથુરામની બુદ્ધિ ભારે કુશાગ્ર વાંચેલું તરત હૈયે વસી જાય અને અટપટી વાતો પણ સહેલાઈથી સમજાઈ જાય. દેવીની પાઠશાળામાં એનો અભ્યાસ શરૂ થયો. નિશાળમાં હંમેશાં પહેલે–બીજે નંબરે રહે. હિન્દી ભાષા અને ગણિતમાં એમને પહેલેથી જ ભારે રસ હતો. હોંશિયાર નાથૂરામ ઉપર શિક્ષકના ચારે હાથ. એણે છઠ્ઠી ચોપડી પૂરી કરી અને એને ‘મોનિટર’ (વિદ્યાર્થીઓના વડા)ની પદવી મળી, અને પહેલી ચોપડીના વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ પણ મળ્યું. આ માટે એને મહિને દોઢ રૂપિયો મળવા લાગ્યો.
८८
હેડમાસ્તર નન્તુરામસિંહને નાથુરામને માટે ખૂબ લાગણી; એમણે પોતાને ઘેર બોલાવી-બોલાવીને ભણાવ્યા અને ટીચર્સ ટ્રેનિંગ(શિક્ષક)ની પરીક્ષા અપાવી. પછી તો નાથુરામને પાસેના ગામમાં માસિક સાત રૂપિયાના પગારથી સહાયક શિક્ષકની નોકરી મળી. પણ મા-બાપ આવી દરિદ્રતાના દિવસોમાં પણ દીકરાને આઘો કરવા તૈયાર ન હતાં. છેવટે એમને સમજાવીને નાથૂરામ એ નોકરીમાં જોડાઈ ગયા. સાત રૂપિયામાંથી ત્રણ પોતાને માટે ખરચે અને ચાર ઘેર મોકલે. આ નોકરી દરમિયાન એમણે પોસ્ટમાસ્ટર તરીકે પણ કામ કરેલું. આ સમયે એમની ઉંમર ૧૭-૧૮ વર્ષની હતી.
આ દરમિયાન નાથૂરામને કવિતા કરવાનો શોખ લાગ્યો; અને ‘પ્રેમી’ તખલ્લુસથી તેઓ કવિતા રચવા લાગ્યા. તેઓની કવિતાઓ પત્ર-પત્રિકાઓમાં પ્રકાશિત થવા લાગી અને કવિતાપ્રેમીઓને આકર્ષવા પણ લાગી. પણ એ ક્રમ લાંબો વખત ચાલુ ન રહ્યો; પણ એમનું ઉપનામ તો ચાલુ જ રહ્યું.
નાથૂરામને એમ જ થયા કરે, કે આટલી લાયકાત તો મળી, પણ એથી કુટુંબની દરિદ્રતા દૂર ન થઈ શકે. માટે જેટલી વધારે લાયકાત મળે એટલો વધારે લાભ થાય. એટલે તેઓ વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ખેતીશાસ્ત્રના અભ્યાસ માટે નાગપુરની એગ્રિકલ્ચર (ખેતીશાસ્ત્ર) સ્કૂલમાં દાખલ થયા. ત્યાં તૈયારી તો સારી કરી, પણ ત્યાં ય નસીબ આડે આવ્યું ! ઢીંચણમાં વાનું દર્દ થઈ આવ્યું અને એમને પરીક્ષા આપ્યા વગર જ ઘેર પાછા ફરવું પડ્યું. ઘેર પાછા ફરીને સાજા થયા એટલે ફરી પાછા શિક્ષકની નોકરીમાં જોડાઈ ગયા.
ઉંમર તો ૧૯-૨૦ વર્ષની જ હતી; પણ નાથુરામજીને એમ થયા કરતું કે કંઈક આત્મિક વિકાસનો અવસર મળે તો સારું. એટલામાં મુંબઈમાં દિગંબર જૈન પ્રાંતિક સભામાં કારકુનની એક જગ્યા ખાલી પડી. આ માટે એમણે પણ અરજી કરી; અને કોઈની પણ ઓળખાણ કે ભલામણ વગર, ફક્ત એમના મોતીના દાણા જેવા અક્ષરોના કારણે, એ અરજી મંજૂર થઈ. પણ મુંબઈ પહોંચવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org