________________
૨૨
II III
'
I
-
અમૃત-સમીપે એમની દેખરેખ નીચે ૮૦ જેટલા ગ્રંથોનું પ્રકાશન થયું, અને ૧૭ વર્ષ ખૂબ દિલ દઈને કામ કર્યા પછી તેઓ ત્યાંથી નિવૃત્ત થયા. ચંદેરિયાના “સર્વોદય સાધના આશ્રમની સ્થાપના પણ એમણે વિ. સં. ૨૦૦૬માં જ કરી હતી. એ એમની લોકસેવાની તમન્નાની ગૌરવગાથા સંભળાવે છે. એ એમની કર્મભૂમિ જ હતી.
મુનિજીએ અનેક ગ્રંથમાળા શરૂ કરીને એનું સફળ સંચાલન કર્યું છે, અને સંપાદનકળાની દૃષ્ટિએ શ્રેષ્ઠ અને નમૂનેદાર કહી શકાય એવા નાના-મોટા પચાસ જેટલા ગ્રંથોનું તો પોતે જ સંપાદન કર્યું છે. એમણે પોતે તૈયાર કરેલી કે કરાવેલી સંખ્યાબંધ પ્રાચીન ગ્રંથોની પ્રેસકોપીઓ આજે પણ એમની ઉત્કટ જ્ઞાનપિપાસાની ગવાહી પૂરે છે. જ્ઞાનધનનો કોઈક નવો ખજાનો મળી આવે અને જ્ઞાનની રક્ષાના પુણ્યના ભાગીદાર બની શકાય – કંઈક આવી ઝંખનાથી પ્રેરાઈને વિ.સં. ૧૯૯૮ની સાલમાં તેઓ અનેક સાથીઓને લઈને, જેસલમેર ગયા અને ત્યાં ચાર-પાંચ મહિના રહીને ખૂબ કામ કર્યું. જ્ઞાન-સાધનાની આવી બધી ઝીણવટભરી કામગીરી બજાવતાં આંખોનાં તેજ ઓછાં થઈ ગયાં એની પણ તેઓએ ચિંતા ન કરી.
સત્યના કોઈ પણ અંશને પામવાની ઉત્કટ ઝંખના અને એ ઝંખનાને પૂરી કરવા માટે સર્વકાંઈ કરી છૂટવાની તીવ્ર તાલાવેલી એ મુનિજીની ઉત્કટ જ્ઞાનઉપાસનાનું મુખ્ય પ્રેરક બળ રહ્યું. પોતાના ધ્યેયને સફળ કરવાના એક ઉત્તમ ઉપાય તરીકે ઇતિહાસ અને પુરાતત્ત્વ જેવા વિષયો પ્રત્યે એમને વિશેષ અભિરુચિ હોય એ સ્વાભાવિક છે. પોતાની વિદ્યાઉપાસનાનું હાર્દ સમજાવતાં તેઓએ સાચું જ કહ્યું છે : “અજ્ઞાત જ્ઞાતિ રહી ને ૩ મમિનીષાને મુકો તિહાસ વિષયે મોર પ્રેરિત કિયા ”
ભૂતકાળની ઘટનાઓને એટલે કે ઇતિહાસને સમજવાનાં મુખ્ય સાધનો તરીકે ભૂતકાળનું નિરૂપણ કરતા પ્રાચીન-અર્વાચીન ગ્રંથો, ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિથી અવલોકવામાં આવતા ઇતર મહત્ત્વના પ્રાચીન ગ્રંથો, શિલાલેખો, તામ્રપત્રો, પ્રતિમાલેખો, પ્રાચીન સિક્કાઓ, પુરાતત્ત્વના પુરાતન અવશેષો વગેરે લેખાય છે. મુનિ શ્રી જિનવિજયજીએ આ બધી બાબતોનું ઊંડું અધ્યયન કરવા ઉપરાંત, ભારતીય સંસ્કૃતિનું અને વિશેષે કરીને જૈનસંસ્કૃતિનું પણ ગંભીર અધ્યયન કરેલું છે, અને ઇતિહાસજ્ઞ તરીકે કેટલાય કોયડાઓ ઉકેલવામાં તેઓએ આગવી દૃષ્ટિ કેળવી છે.
ઉપર સૂચવવામાં આવ્યું તેમ, ભારતીય વિદ્યાની વિવિધ શાખાઓનું અને ઇતિહાસને ઉકેલવામાં ઉપયોગી થાય એવા વિવિધ વિષયોનું મુનિજીએ ઊંડું અવગાહન કરેલું હોવા છતાં, સમય જતાં એમની મનોવૃત્તિ અને વિદ્યાપ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર પ્રાચીન ગ્રંથોના ઉદ્ધારનું કામ બન્યું હતું. ભારતીય ઇતિહાસ, સાહિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org