________________
પતિશ્રી હેમચંદ્રજી
૨૭૩ આ લેખને અંતે યોગ્ય જ કહેવામાં આવ્યું છે –
આ બધાં ગામોમાં જૈનનું એક પણ ઘર નથી. ગણીજી-મહારાજે અંબાલા જિલ્લાનાં સાતસો ગામોમાં વિચરીને ભગવાન મહાવીરની અમર વાણી સંભળાવી. ગણીજીના વિચારો તથા કાર્યોથી આ ક્ષેત્રના બુદ્ધિજીવી વર્ગ અને વિચારકવર્ગથી લઈને તે ખેડૂતવર્ગ સુધ્ધાં પ્રભાવિત થયો છે. કેટલાય લોકોને એમ કહેતાં સાંભળ્યા કે જ્યાં ગણીજીને બેસવા માટે પણ જગ્યા નહોતા દેતા, ત્યાં આજે એમને મસ્તક ઉપર ઉઠાવવામાં આવી રહ્યા છે, હૈયામાં બિરાજમાન કરવામાં આવી રહ્યા છે.”
આવી અસાધારણ અને દાખલારૂપ સફળતાએ મુનિશ્રીની અહિંસા-સંયમ-તપમય શ્રમણધર્મની નિષ્ઠાભરી અને વાત્સલ્યઝરતી આરાધનાનો જ પ્રતાપ છે. ધન્ય મુનિવર!
(તા. ૨૧-૫-૧૯૭૭)
(૧૫) દષ્ટિવંત કર્મશીલ ચતિવર્ય હેમચંદ્રજી
જૈનધર્મના એક વિદ્વાન અને વિખ્યાત વક્તા તરીકે દેશ-વિદેશમાં જાણીતા પતિવર્યશ્રી હેમચંદ્રજીનો બેએક માસ પહેલાં (તા. ૧૨-૫-૧૯૬૮ના રોજ). વડોદરામાં સ્વર્ગવાસ થયો છે.
સ્વર્ગસ્થ યતિજી જેમ એક લોકપ્રિય વક્તા હતા, તેમ સમાજસેવા અને દેશસેવાનાં કાર્યો પ્રત્યે પણ એમને એવી જ પ્રીતિ હતી. આ દૃષ્ટિએ એમના કાર્યનું મૂલ્યાંકન કરતાં એમ લાગ્યા વગર નથી રહેતું કે સંકુચિત મનોવૃત્તિમાં અટવાઈ જવાને બદલે તેઓએ ઉદાર અને વિશાળ દૃષ્ટિબિંદુ કેળવ્યું હતું; અને એમની આ ઉદારતાનો પડઘો એમના ધર્મોપદેશમાં અચૂક પડતો હતો. એમની પ્રેરણાથી આપણા દેશમાં તથા આફ્રિકા જેવા વિદેશોમાં પણ માનવસમાજની સેવા કરતી કેટલીક સંસ્થાઓ સ્થપાઈ હતી. યશસ્વી વક્તા તરીકેની લોકપ્રિયતાને બળે તેઓએ જાપાનની જનતાને પણ પોતાની ધર્મવાણીનો લાભ આપ્યો હતો.
યતિવર્યશ્રી હેમચંદ્રજીએ પોતાના હસ્તકનો હજારો હસ્તલિખિત ગ્રંથોથી સમૃદ્ધ ભંડાર વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરને થોડાં વર્ષ પહેલાં ભેટ આપ્યો હતો. એમની આ ઉદારતા અને દીર્ઘદૃષ્ટિને લીધે એક બહુમૂલો ગ્રંથભંડાર વેરવિખેર થતો અટકી જઈને સુરક્ષિત બન્યો અને એનો ઉપયોગ પણ સૌ વિદ્વાનોને માટે સુલભ બન્યો. યતિશ્રીનું આ કાર્ય એમની ઉદારતા અને દીર્ઘદૃષ્ટિની યશકલગી બની રહે એવું છે. અને એની જેટલી પ્રશંસા કરીએ એટલી થોડી છે.
(તા. ૧૩-૭-૧૯૯૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org