SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજયસમુદ્રસૂરિજી ૧૭૧ પડવા છતાં તેઓના સમભાવમાં ક્યારેય ખામી આવવા પામી ન હતી. આવા આકરી અગ્નિપરીક્ષાના સમયે તો ઊલટી એમની સમતા વધારે પ્રકાશી ઊઠતી હતી. તેથી તીર્થકરે ઉપદેશેલી “સમય સમો હોર” (સમતા વડે જ શ્રમણ થવાય) અને “વસમારં તુ સામvu (ઉપશમ એ જ શ્રમણપણાનો સાર છે) – એ ઉક્તિઓ આ શ્રમણવર્યના જીવનમાં પૂરેપૂરી ચરિતાર્થ થયેલી જોવા મળતી હતી. પણ એ માટે એમને કેટલી બધી સહનશીલતા, સત્યનિષ્ઠા અને ઉદારતા કેળવવી પડી હશે અને બાહ્ય-આત્યંતર તપસ્યા કરવી પડી હશે, એ તો એમનું મન જાણે. આવી વાત્સલ્યસભર સાધુતાનો પ્રભાવ એમના અનુરાગીઓ ઉપર તથા એમનાથી અપરિચિત જૈન-જૈનેતર વ્યાપક જનસમૂહ ઉપર પણ પડતો; ઉપરાંત એમના પ્રત્યે વિરોધનો ભાવ ધરાવનાર વ્યક્તિનું મન પણ એથી શાંત થઈ જતું અને એની ઉગ્રતા શમી જતી. નાના-મોટા, સૌ કોઈને માટે એમના મુખમાંથી નીકળતા “ભાગ્યશાલીઓ !” સંબોધન એ પાછળ રહેલી આત્મીયતા ભુલાય એમ નથી. એક વક્તા તરીકે તેઓ પારંગત કે વધુ પ્રભાવશાળી ન હોવા છતાં, અને જરૂર કરતાં પણ ઓછું બોલવાની અને બને તેટલું મૌન પાળવાની એમની ટેવ છતાં, તેઓ જનસમૂહ ઉપર પ્રભાવ પાડી અનેક સત્કાર્યો કરાવી શકતા, તે એમની આવી વિરલ ગુણસંપત્તિને કારણે જ. આમ તેઓએ પોતાના જન્મની મૌનએકાદશીની પર્વતિથિને જાણે સાર્થક કરી બતાવી હતી ! રાજસ્થાનનું પાલી શહેર તેઓની જન્મભૂમિ. પિતાનું નામ શોભાચંદ્રજી, માતાનું નામ ધારિણીદેવી, જ્ઞાતિ વીસા ઓસવાળ. વિ. સં. ૧૯૪૮ના માગશર સુદિ ૧૧ના મૌન એકાદશીના પર્વદિને, તા. ૧૧-૧૨-૧૮૯૧ના રોજ એમનો જન્મ. નામ સુખરાજજી. બારેક વર્ષની ઉમરે માતા-પિતાની છત્રછાયા હરાઈ ગઈ. એમના અંતરમાં વૈરાગ્ય જાગૃત થાય એવો આઘાત લાગ્યો; માતા-પિતા અને કુટુંબમાંથી મળેલા ધર્મસંસ્કારો વધુ ખીલી નીકળ્યા. વિ. સં. ૧૯૯૭માં ૧૯-૨૦ વર્ષની ઊછરતી ઉંમરે એમણે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી(ત્યારના મુનિશ્રી વલ્લભવિજયજી)ના હસ્તે તેમના શિષ્ય ઉપાધ્યાય (તે વખતે મુનિરાજ) શ્રી સોહનવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. એમનું નામ મુનિ શ્રી સમુદ્રવિજયજી રાખવામાં આવ્યું. મુનિ સમુદ્રવિજયજી પોતાની સંયમયાત્રાને અર્થે જ્ઞાનચારિત્રની આરાધના અને ગુરુજનોની સેવા-ભક્તિમાં એકાગ્ર બની ગયા. તેમાં ય વડીલોની તેમ જ બીમાર-અશક્ત-શ્વાન સાધુમુનિરાજોની સેવા-ચાકરીનો ગુણ તો તેમનાં અણુઅણુમાં એવો વણાઈ ગયો હતો કે સેવા કરતાં તેઓ પોતાની જાતને અને પોતાની અગવડ-સગવડને ય વિસરી જતા. ગુરુજનોના અને વિશેષ કરીને બદાગુરુના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy