SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત-સમીપે સાધ્વીસંઘ ઉપર શાસ્ત્રો અને પરંપરાને નામે મૂકવામાં આવતાં નિયંત્રણોને કા૨ણે એમનો વિકાસ રૂંધાઈ જાય છે એ વાત પ્રગતિશીલ વિચારો ધરાવતા આચાર્યશ્રીના ખ્યાલ બહાર ન હતી. સાધ્વીસંઘને શાસ્ત્રાભ્યાસ અને વ્યાખ્યાનોની છૂટ આપવામાં આવે તો એ અવશ્ય પ્રગતિ સાધીને સંધની વિશેષ સેવા કરી શકે. તેમણે પોતાની આજ્ઞામાં રહેતા સાધ્વીસમુદાયને આ બાબતમાં પૂરી છૂટ આપી. ૧૭૦ જીવનના છેલ્લા દિવસો વીતતા હતા. ત્યારે (વિ. સં. ૨૦૧૦માં) આચાર્યશ્રી મુંબઈમાં બિરાજતા હતા. ૮૪ વર્ષની ઉંમર અને ૭૮ વર્ષના દીક્ષાપર્યાયને લીધે કાયાનો ડુંગર ડોલવા લાગ્યો હતો. છતાં મનમાં એક જ રટણ હતું કે ક્યારે પાલીતાણા જઈને દાદાનાં દર્શન કરું અને પંજાબ ક્યારે પહોંચું ? કાયા ભલે ને જર્જરિત થઈ, અંતરનો ઉત્સાહ અને ઉમંગ તો એવો ને એવો જ હતો. નિરાશામાંથી આશા પ્રગટે, ક્રૂરતામાંથી કરુણા જન્મે, અધર્મમાંથી ધર્મની અભિરુચિ જાગે એવા-એવા સારમાણસાઈનાં, સેવાપરાયણતાનાં, નમ્રતાનાં, કરુણા, સમતા, શાંતિ અને સ્વસ્થતાનાં અનેક પ્રસંગમૌક્તિકોથી આચાર્યશ્રીનું જીવન વિમળ, ઉચ્ચ અને ઉદાત્ત બન્યું હતું. આવા એક જાજ૨માન પ્રભાવક મહાપુરુષે વિ. સં. ૨૦૧૦ના ભાદરવા વ. દશમના દિવસે, વધુ ઉન્નત સ્થાનને માટે અંતિમ પ્રયાણ કર્યું. (તા. ૩૧-૧૦-૧૯૭૦) (૧૬) સમતામૂર્તિ લોકનિષ્ઠ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજી, ઉત્તરપ્રદેશના મોરાદાબાદ શહેરમાં, તા. ૧૦-૫-૧૯૭૭ને રોજ ૮૬ વર્ષની પરિપક્વ વયે, સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે; આજીવન સાધક, લોકોપકારક અને પૂર્ણ સમતાના આરાધક એક સંતનો આપણને કાયમનો વિરહ થયો છે. મહારાજજી તો અખંડ સંયમ આરાધીને અને પોતાનાં મન-વચન-કાયાને ધર્મ, સંઘ, સમાજ અને રાષ્ટ્રની સેવાને સમર્પિત કરીને પૂર્ણરૂપે કૃતાર્થ થઈ ગયા. આચાર્યશ્રીનો સૌથી મોટો, તરી આવતો અને એમના સર્વ ગુણોને વધારે શોભા અર્પતો ગુણ હતો સમતાનો. એમની અણીશુદ્ધ, નિરતિચાર, સતત જાગૃત સંયમસાધનાની સફળતાનાં આહ્લાદક દર્શન એમના આ ગુણમાં પણ થતાં હતાં. શારીરિક અસ્વસ્થતા, આંતર-બાહ્ય સંયોગોની પ્રતિકૂળતા, નિંદા-સ્તુતિના ચિત્તને આવેશ કે હર્ષમાં ખેંચી જાય એવા પ્રસંગો એવાં-એવાં સબળ નિમિત્તો આવી Jain Education International -- For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy