________________
૧પ૯
જગદ્ગુરુ હીરવિજયજી
જગદ્ગુરુ ગરવી ગૂર્જરભૂમિનું સંતાન. એમનું વતન પાલનપુર. એમના પિતાનું નામ ક્રૂરજી શેઠ અને માતાનું નામ નાથીબાઈ; જ્ઞાતિએ ઓસવાળ. વિ. સં. ૧૫૮૩ના માગસર સુદિ ૯ના દિવસે એમનો જન્મ. નામ હીરો. હીરાને એક ભાઈ અને બે બહેનો. તેર વર્ષની કુમળી ઊછરતી વયે એના અંતરને વૈરાગ્યનો પારસમણિ સ્પર્શી ગયો. એણે વિ. સં. ૧૫૯૬માં પાટણમાં તપગચ્છના આચાર્ય શ્રી વિજયદાનસૂરિજી પાસે દીક્ષા અંગીકારી; નામ મુનિ હરહર્ષ રાખવામાં આવ્યું.
દીક્ષા લીધા પછી મુનિશ્રી હરિહર્ષે પોતાનું સમગ્ર જીવન શાસ્ત્રાભ્યાસ દ્વારા જ્ઞાનસાધનામાં અને સંયમ અને ત્યાગમય વૈરાગ્યના અભ્યાસ દ્વારા ચારિત્રની આરાધનામાં લગાવી દીધું. એમની આ આરાધના જેવી એકાગ્ર હતી એવી જ ઉત્કટ હતી. તેજસ્વી એમની બુદ્ધિ હતી, જાજરમાન એમનું વ્યક્તિત્વ હતું અને અવિરત એમનો પુરુષાર્થ હતો.
જ્ઞાન અને ક્રિયા દ્વારા આત્માનું હીર અને સત્ત્વ જગાડવાનું આવું કઠોર તપ મુનિ હીરહર્ષ પૂરાં રામવનવાસ જેટલાં (ચૌદ) વર્ષ સુધી તપતા રહ્યા. એમના એ તપમાં નામનાની કામના કે સુખશીલિયા જીવનની સુંવાળી અને લપસણી વૃત્તિ જરા ય વિક્ષેપ ઊભો ન કરી શકી. સત્તાવીસ વર્ષની ઉમરે જૈન શાસનને એક મહાન જ્યોતિર્ધરની પ્રાપ્તિ થઈ : વિ. સં. ૧૬૧૦માં શ્રીસંઘે રાજસ્થાનના ઐતિહાસિક નગર શિરોહીમાં હરહર્ષમુનિને, શાસનના નાયક બનીને શાસનની રક્ષા કરવા અને ધર્મનો મહિમા વધારવા આચાર્યપદથી અલંકૃત કર્યા. શાસનને એક સમર્થ સુકાની સાંપડ્યાનો આનંદ જૈનસંઘ અનુભવી રહ્યો.
સમ્રાટ અકબર એક દીર્વ-ઉગ્ર તપોતિ બહેન (ચંપા) દ્વારા હીરવિજયસૂરિજીની ખ્યાતિ સાંભળીને આચાર્યશ્રીને મળવાની તાલાવેલી અનુભવી રહ્યો. એણે આચાર્યશ્રીને ફતેપુર-સિક્રી મોકલવા ગુજરાતના સૂબાને ફરમાન મોકલ્યું. આચાર્યશ્રી એ વખતે ગંધારમાં ચાતુર્માસ બિરાજેલા હતા. શ્રીસંઘ દ્વારા બાદશાહની ઇચ્છા જાણતાં એમને ભાવિમાં થનાર મોટા લાભનો ખ્યાલ આવતાં વાર ન લાગી. ચોમાસુ પૂરું થતાં તરત જ વિ. સં. ૧૯૩૮માં માગશર માસમાં હીરસૂરિજીએ ફતેપુર તરફ વિહાર કર્યો. આ
આવા મોટા સમ્રાટની વિનંતિથી એને મળવા જવામાં પણ આચાર્યશ્રીને કોઈ દુન્યવી બાબતની આસક્તિ પ્રેરક નહોતી બની. પંચાવન વર્ષની પાકી ઉંમરે આટલો લાંબો અને કષ્ટસાધ્ય વિહાર કરવામાં હીરસૂરિજીની એક જ રટણા હતી કે આવો મોટો રાજા ધર્મબોધ પામે તો તીર્થકર ભગવાનના અહિંસામય, કરુણામય ધર્મનો વિજય થાય. એ ભાવના સાથે તેઓ છ માસના વિહારને અંતે ફતેપુર પહોંચ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org