SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ X અનુશીલન એટલે જ્ઞાનજન્ય સદાચરણ અને ધ્યાનાદિની સાધના. આ દરેક ગ્રંથના વિસ્તૃત અનુક્રમનું એકાગ્ર અવલોકન ખૂબ બોધક બનશે. લેખકની સરળતા અને મૃદુતા ચીંધતો એક મજાનો અકસ્માત નોંધીએ. ત્રીજા ગ્રંથના ત્રીજા વિભાગના લેખ ૨૦ અને ૨૧ એક જ મુનિવરના અન્વયે, અનુક્રમે અનુમોદના અને આલોચના કરે છે; એમાં અનુમોદના કરતો લેખ આલોચના કરતા લેખ બાદ છ વર્ષે લખાયેલો છે ! આથી વાચકને ધીરજ સાથે, ભડક્યા વિના આ સામગ્રીનું પૂર્વગ્રહયુક્ત અધ્યયન કરતા રહેવા ભલામણ છે. આ લેખોમાં વિષયોનું, પાસાંઓનું ક્ષેત્રોનું વૈવિધ્ય એટલું મોટું છે કે પીએચ. ડી. ડિગ્રી મેળવવા ઇચ્છતો કોઈ પણ ખંતીલો વિદ્યાર્થી આ ગ્રંથોને આધારે મળતા સમગ્ર જૈન સંસ્કૃતિના વર્તમાનના ચિત્રનું સમૃદ્ધ અધ્યયન રજૂ કરી શકે. એ જ રીતે એવો બીજો કોઈ વિદ્યાર્થી આ ગ્રંથોને કેન્દ્રમાં રાખી લેખકશ્રીની વિચારસૃષ્ટિ અને એનાં ઘડતર-પરિબળો પર વિસ્તૃત અધ્યયન રજૂ કરી શકે. અહીં એ ઉમેરવું ખૂબ જરૂરી છે કે આ જ લેખકશ્રી આજે જો પુનરવતાર પામે તો પોતાના લચીલા, પ્રગતિશીલ સ્વાભાવને કારણે આ જ વિષયો વળી નવી તાજગીથી નિરૂપે. આજે હવે મનુષ્યના ઉચ્ચાવચ દોષો કે અપરાધો તરફ સહાનુભૂતિપ્રધાન ચિત્મિક દૃષ્ટિ (જિજ્ઞાસા) ખીલી રહી છે, “અતિનૈતિક” (a-moral) એટલે કે પાપપુણ્યના વળગણોથી મુક્ત રચનાત્મક અભિગમ વિકસી રહ્યો છે. એ જ સાચું અધ્યાત્મ છે. એ સમાજાભિમુખ ધ્યાનમાર્ગ જ તારશે. આ સંપાદન છૂટાછવાયાં દશેક વર્ષમાં વ્યાપેલા મનમોજી પરિશ્રમનું ફળ છે. એમાં રાણકપુર જેવા કોઈ વગડો શોભાવતા ભવ્ય મંદિરના પૂજારી જેવો, સુગંધી રસાળ પુષ્પવનમાં ભમતા ભમરા જેવો કે મહા-ઉદ્યાનના માળી જેવો આનંદ, બાહ્યકષ્ટ વચ્ચે પણ, માણ્યો છે. અનેક લેખો ભેગા કરી એક કર્યા, દરેક લેખમાં વસ્તી-ઓછી કાપકૂપ કરી, અહીંતહીં શીર્ષકો વધુ પ્રભાવક, બોધક બનાવ્યાં, પ્રાસંગિક વિગતદોષની યથાશક્તિ ચિંતા કરી. તો યે સવા સોળસો જેટલાં પાનાં તો રહ્યાં જ, હૃદય કંપે છે: કોઈ શું કહેશે ? એ બદલ અને લેખકશ્રીના અવસાન બાદ છેક અઢાર વર્ષે આ તૈયાર કરવા બદલ ક્ષમાપ્રાર્થી છું. આત્મીયતાભર્યા મહેણાં મારનાર કે હૂંફભર્યું માર્ગદર્શન કરનાર સર્વ સ્વજનોનો આભારી છું. આમ તો આ સંપાદન એક પાંખ વિનાના પંખેરુની નાનકડી ઠબક-યાત્રા જ લાગે છે. આ લેખોમાં છેડે અને એકાધિક લેખોના સંયોજનના કિસ્સાઓમાં વચ્ચે વચ્ચે પણ તે-તે લેખની તારીખો આપી છે તે ધ્યાનમાં લેવી. તેને લેખની વિગતો તેને તારીખે જેવી હતી તેવી આલેખાઈ છે તે ન ભુલાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy